જામનગર : 2010 પહેલા નિયુકત થયેલ શિક્ષકોને નીતિગત રક્ષણ આપવા માંગણી સાથે આવેદન
જામનગર, 19 જૂન (હિ.સ.) : જામનગર શહેરના પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ દ્વારા દેશના વડાપ્રધાન અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીને એક પત્ર પાઠવીને વર્ષ 2010 પહેલાં નિયુક્ત થયેલા શિક્ષકોને કાયદાકીય અને નીતિગત રક્ષણ આપવા ભારપૂર્વક વિનંતી કરવામાં આવી છે. મહાસંઘના જ
આવેદન


જામનગર, 19 જૂન (હિ.સ.) : જામનગર શહેરના પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ દ્વારા દેશના વડાપ્રધાન અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીને એક પત્ર પાઠવીને વર્ષ 2010 પહેલાં નિયુક્ત થયેલા શિક્ષકોને કાયદાકીય અને નીતિગત રક્ષણ આપવા ભારપૂર્વક વિનંતી કરવામાં આવી છે. મહાસંઘના જણાવ્યા અનુસાર, 23 ઓગસ્ટ 2010ના રોજ NCTE દ્વારા જાહેર કરાયેલ શિક્ષક પાત્રતા પરીક્ષા સંબંધિત અધિસૂચના અને ત્યારબાદ નામદાર સર્વોચ્ચ અદાલતના 29 મે 2026ના ચુકાદાને પગલે વર્ષ 2010 પહેલાં કાયદેસર રીતે ભરતી થયેલા લાખો શિક્ષકોમાં ભારે ચિંતા, વ્યથા અને અસુરક્ષાની લાગણી વ્યાપી ગઈ છે.

આ શિક્ષકોની સેવાઓ અને ભવિષ્ય પર પ્રતિકૂળ અસર થવાની આશંકા સેવાઈ રહી છે. મહાસંઘે પત્રમાં કાનૂની અને વહીવટી વ્યવસ્થાઓના સ્થાપિત સિદ્ધાંતોનો હવાલો આપતા જણાવ્યું છે કે, કોઈપણ નિયમ કે લાયકાતના ધોરણો સામાન્ય રીતે તેની અમલની વિરુદ્ધ છે.

વર્ષ 2010 પહેલાં દેશના વિવિધ રાજ્યોમાં પ્રવર્તમાન નિયમો અને સત્તાવાર પસંદગી પ્રક્રિયા અનુસાર લાખો શિક્ષકોની નિમણૂક થઈ ચૂકી હતી, જેમણે વર્ષો સુધી રાષ્ટ્ર નિર્માણ અને ગુણવત્તાયુક્ત શિક્ષણમાં મોટું યોગદાન આપ્યું છે. આવા શિક્ષકો પર પાછળથી નક્કી કરાયેલા પાત્રતાના ધોરણો પૂર્વલક્ષી અસરથી લાગુ કરવા તે કુદરતી ન્યાય, સમાનતા અને કાનૂની નિશ્ચિતતાના સિદ્ધાંતોની મહાસંઘ દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ મુખ્ય ચાર માંગણીઓ મૂકવામાં આવી છે. જેમાં 23 ઓગસ્ટ 2010 પહેલાં નિયુક્ત તમામ શિક્ષકોને TETની ફરજિયાતમાંથી કાયમી મુક્તિ આપવી.

તેમની સેવા, વરિષ્ઠતા અને બઢતીના લાભોને સંપૂર્ણ રક્ષણ આપવું, તેમજ જરૂર જણાયે સંસદમાં કાયદાકીય સુધારો કે વિશેષ જોગવાઈ કરીને આ વર્ગને કાયમી રાહત આપવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરી શિક્ષકોમાં વ્યાપેલી અસમંજસતા દૂર કરવા અને રાષ્ટ્ર નિર્માતા એવા આ શિક્ષક સમાજ પ્રત્યે સંવેદનશીલ અને ન્યાયસંગત અભિગમ અપનાવવા જામનગર જિલ્લા પ્રમુખ અને મંત્રીની સહી સાથે રજૂઆત કરાઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande