કિશ્તવાડમાં આતંકવાદીઓનું નેટવર્ક ધ્વસ્ત, બે સહયોગી પકડાયા
કિશ્તવાડ, નવી દિલ્હી, 19 જૂન (હિ.સ.) કિશ્તવાડ જિલ્લામાં આતંકવાદીઓને મદદ કરવાના આરોપસર, બે લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં વન વિભાગનો એક કર્મચારી પણ સામેલ છે. જમ્મુ-કાશ્મીર પોલીસે શુક્રવારે જણાવ્યું કે, કિશ્તવાડ જિલ્લાના ડચ્ચન વિસ્તારના ટંડર નિવ
કિશ્તવાડમાં આતંકવાદીઓનું નેટવર્ક ધ્વસ્ત, બે સહયોગી પકડાયા


કિશ્તવાડ, નવી દિલ્હી, 19 જૂન (હિ.સ.) કિશ્તવાડ જિલ્લામાં આતંકવાદીઓને મદદ કરવાના આરોપસર, બે લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં વન વિભાગનો એક કર્મચારી પણ સામેલ છે.

જમ્મુ-કાશ્મીર પોલીસે શુક્રવારે જણાવ્યું કે, કિશ્તવાડ જિલ્લાના ડચ્ચન વિસ્તારના ટંડર નિવાસી તારિક અહેમદ ગીનુ (વન વિભાગમાં સરકારી કર્મચારી) અને મોહમ્મદ ઇકબાલની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડો કિશ્તવાડ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ), ગેર-કાનૂની પ્રવૃત્તિઓ (રોકથામ) અધિનિયમ અને શસ્ત્ર અધિનિયમની સંબંધિત કલમો હેઠળ નોંધાયેલા, એક કેસની તપાસ દરમિયાન કરવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું કે, આ બંને સ્થાનિક આતંકવાદીઓને મદદ કરવા અને તેમને સહાય પૂરી પાડવામાં સામેલ હતા. આ પહેલાં આ જ કેસમાં ચત્રુ વિસ્તારના અન્ય બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી.

કિશ્તવાડના વરિષ્ઠ પોલીસ અધિક્ષક નરેશ સિંહે જણાવ્યું કે, આ ધરપકડો વિસ્તૃત તપાસ બાદ કરવામાં આવી હતી અને આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકોની ઓળખ કરવા અને તેમને પકડવાના પ્રયાસો ચાલુ છે. તેમણે કહ્યું કે, તપાસ ચાલી રહી છે અને જે કોઈ પણ આમાં સામેલ જણાશે, તેની સામે કાયદા અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande