જૂનાગઢ મહિલા આઈ.ટી.આઈ. ખાતે રોજગાર ભરતી મેળો સંપન્ન: 63 તાલીમાર્થી બહેનોની પ્રાથમિક ધોરણે પસંદગી
જુનાગઢ, 19 જૂન (હિ.સ.) : ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ નિયામયની કચેરી, ગાંધીનગર સંચાલિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) અને સ્કિલ સર્ટિફિકેશન સેન્ટર, જૂનાગઢ (મહિલા) ખાતે તાજેતરમાં રોજગાર ભરતી મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સ્ત્રી સશક્તિકરણ અન
જૂનાગઢ મહિલા આઈ.ટી.આઈ. ખાતે રોજગાર


જુનાગઢ, 19 જૂન (હિ.સ.) : ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ નિયામયની કચેરી, ગાંધીનગર સંચાલિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) અને સ્કિલ સર્ટિફિકેશન સેન્ટર, જૂનાગઢ (મહિલા) ખાતે તાજેતરમાં રોજગાર ભરતી મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સ્ત્રી સશક્તિકરણ અને સ્વનિર્ભરતાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ ભરતી મેળામાં સંસ્થાની કુલ ૯૧ તાલીમાર્થી બહેનોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ ભરતી મેળામાં રાજ્યની વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓ અને ઉદ્યોગો દ્વારા ઉપસ્થિત ઉમેદવાર બહેનોના રૂબરૂ ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. સઘન પસંદગી પ્રક્રિયાના અંતે કુલ ૬૩ તાલીમાર્થી બહેનોની પ્રાથમિક ધોરણે પસંદગી કરવામાં આવી છે.જેમા જેસીબી કંપની, હાલોલમાં ૦૯ તાલીમાર્થી બહેનો,એચ.ડી.એફ.સી. લાઈફ ઈન્સ્યોરન્સ , જૂનાગઢમાં ૧૨ તાલીમાર્થી બહેનો,જૂનાગઢ જ્વેલરી પ્રાઇવેટ લિમિટેડમાં ૧૪ તાલીમાર્થી બહેનો,બોનાન્ઝા સેલોન રાજકોટમાં ૨૮ તાલીમાર્થી બહેનોની પ્રાથમિક ધોરણે પસંદગી કરવામાં આવી છે. આમ, ભરતી મેળામાં હાજર રહેલ ૯૧ બહેનોમાંથી ૬૩ બહેનોને આત્મનિર્ભર બનવાની અને કારકિર્દી ઘડવાની રોજગારીની ઉત્તમ તક પ્રાપ્ત થઈ છે.

આ સફળ આયોજન બદલ સંસ્થાના આચાર્ય પ્રિયેશ કે. વાળા, પ્લેસમેન્ટ કો-ઓર્ડિનેટર હિંમતસિંહ ભાટી તેમજ સમગ્ર આઈ.ટી.આઈ. સ્ટાફ દ્વારા પસંદગી પામેલી તમામ તાલીમાર્થી બહેનોને હાર્દિક અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande