
જુનાગઢ,19 જૂન (હિ.સ.) જૂનાગઢ વિશ્વપ્રસિદ્ધ પર્યટન સ્થળ ગીર વન્ય પ્રાણી અભયારણ્ય ખાતેનું ગીર ઈકો ટુરીઝમ ઝોન પ્રવાસીઓ માટે 23 જુનથી બંધ કરવામાં આવ્યું છે. જોકે, પ્રવાસીઓ ગીર પરિચય ખંડ દેવળીયા એટલે કે, દેવળીયા સફારી પાર્કની મુલાકાત લઈ શકશે.
ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન અને અગ્ર મુખ્ય વન સંરક્ષક વન્યપ્રાણીની સૂચના મુજબ ગીર વન્ય પ્રાણી અભયારણ્ય ખાતેનું ગીર ઈકો ટુરીઝમ ઝોન (નિયત કરેલ રૂટ ઉપર)ની મુલાકાતે પધારતા મુલાકાતીઓ માટે 23 જૂન થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવે છે. પરંતુ ગીર પરિચય ખંડ દેવળીયા સફારી પાર્ક ચાલુ રાખવામાં આવ્યો છે.
ગીર પરિચય ખંડ દેવળિયાની મુલાકાતે પધારતા પ્રવાસીઓએ ઓફિશિયલ વેબસાઈટ https://girlion.gujara.gov.in પરથી ઓનલાઇન બુકિંગ કરી શકાશે. તેમ સાસણ ગીરના વન્ય પ્રાણી વિભાગના નાયબ વન સંરક્ષકશ્રીની યાદીમાં જણાવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ