મીઠા પસવારીયામાં જનકલ્યાણનો મહામેળો: રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે વિકાસકાર્યોનું લોકાર્પણ
કચ્છ, 19 જૂન (હિ.સ.) : અંજાર તાલુકાના મીઠા પસવારીયા ગામે કેન્દ્ર અને રાજ્ય સરકારની જનહિતકારી યોજનાઓને લોકો સુધી વધુ અસરકારક રીતે પહોંચાડવાના હેતુથી આયોજિત જનકલ્યાણ શિબિરને ઉત્સાહભેર પ્રતિસાદ મળ્યો હતો. ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ
જનકલ્યાણ મેળા નું શુભારંભ


જનકલ્યાણ મેળા નું શુભારંભ


જનકલ્યાણ મેળા નું શુભારંભ


જનકલ્યાણ મેળા નું શુભારંભ


કચ્છ, 19 જૂન (હિ.સ.) : અંજાર તાલુકાના મીઠા પસવારીયા ગામે કેન્દ્ર અને રાજ્ય સરકારની જનહિતકારી યોજનાઓને લોકો સુધી વધુ અસરકારક રીતે પહોંચાડવાના હેતુથી આયોજિત જનકલ્યાણ શિબિરને ઉત્સાહભેર પ્રતિસાદ મળ્યો હતો. ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત રાજ્યમંત્રીશ્રીના હસ્તે નવનિર્મિત પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયત ભવનના લોકાર્પણ સાથે થઈ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, લાભાર્થીઓ અને જનપ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ગામના વિકાસ માટે થયેલા આ કાર્યોને સ્થાનિક લોકોએ આવકારતા સરકારની વિકાસલક્ષી નીતિઓની પ્રશંસા કરી હતી.

જનકલ્યાણ શિબિરને સંબોધતા રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, છેલ્લા બાર વર્ષ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં વિકાસ અને જનકલ્યાણના અનેક નવા આયામો સ્થાપિત થયા છે. રાજ્ય સરકાર પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સમાજના દરેક વર્ગ સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચે તે માટે સતત પ્રયાસશીલ રહી છે. તેમણે કહ્યું કે વિકાસનો લાભ માત્ર શહેરો પૂરતો મર્યાદિત ન રહે પરંતુ ગામડાં સુધી પહોંચે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવાસ, આરોગ્ય, સ્વચ્છતા, સ્વરોજગાર, કૃષિ અને મહિલાઓના સશક્તિકરણ જેવી વિવિધ યોજનાઓના સફળ અમલીકરણથી લાખો પરિવારોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. સરકારની નીતિઓનો મુખ્ય ઉદ્દેશ સમાજના અંતિમ વ્યક્તિ સુધી વિકાસનો લાભ પહોંચાડવાનો છે, જેના કારણે ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને આર્થિક તેમજ સામાજિક રીતે મજબૂત બનાવવામાં મદદ મળી રહી છે.

શિબિર દરમિયાન વિવિધ સરકારી વિભાગો દ્વારા માહિતી અને સેવા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. અહીં નાગરિકોને આવકના દાખલા, આધારકાર્ડ સંબંધિત સેવાઓ, વિવિધ સહાય યોજનાઓની માહિતી તેમજ આરોગ્ય તપાસણી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. રાજ્યમંત્રીશ્રીએ દરેક સ્ટોલની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી અને અધિકારીઓને ખાતરી કરવા સૂચના આપી હતી કે કોઈ પણ પાત્ર વ્યક્તિ યોજનાના લાભથી વંચિત ન રહે.

કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાઓ હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓને પ્રતીકરૂપે સહાય અને મંજૂરીપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે ઉપસ્થિત લોકોએ સરકારની યોજનાઓ અંગે વધુ માહિતી મેળવી અને સ્થળ પર જ વિવિધ સેવાઓનો લાભ પણ લીધો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, તાલુકા પંચાયત પ્રમુખ સંદીપભાઈ ચાવડા, ઉપપ્રમુખ ભાવનાબેન આહીર, પ્રાંત અધિકારી સુરેશ ચૌધરી, મામલતદાર ભગવતીબેન ચાવડા, તાલુકા વિકાસ અધિકારી ભાવેશ પટેલ સહિત જિલ્લાના વિવિધ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચો, અગ્રણી નાગરિકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ વિકાસ, જનસેવા અને કલ્યાણની ભાવનાને સમર્પિત રહ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande