બોડેલી પ્રવેશ દ્વાર રોડ પર કિચડ:નગરપાલિકાની ધીમી કામગીરી પર અનેક સવાલો
છોટાઉદેપુર,19 જૂન (હિ.સ.) બોડેલી પ્રવેશ દ્વાર રોડ પર કિચડ માટીનો રગડો નગરપાલિકાની ધીમી કામગીરીથી વાહનચાલકોને મુશ્કેલી, તાત્કાલિક સમારકામની માંગ. બોડેલી નગરપાલિકાની ધીમી કામગીરીને કારણે શહેરના પ્રવેશ દ્વારનો રોડ હજુ સુધી બન્યો નથી. આશરે 9-10 દિવ
મુશ્કેલી


છોટાઉદેપુર,19 જૂન (હિ.સ.) બોડેલી પ્રવેશ દ્વાર રોડ પર કિચડ માટીનો રગડો નગરપાલિકાની ધીમી કામગીરીથી વાહનચાલકોને મુશ્કેલી, તાત્કાલિક સમારકામની માંગ.

બોડેલી નગરપાલિકાની ધીમી કામગીરીને કારણે શહેરના પ્રવેશ દ્વારનો રોડ હજુ સુધી બન્યો નથી. આશરે 9-10 દિવસ પહેલા હરખલી કોતરમાં પાણીના નિકાલ માટે પાઈપલાઈન નાખવા માટે મુખ્ય બજારમાં પ્રવેશતા રોડને ખોદવામાં આવ્યો હતો.

શરૂઆતમાં, આ રોડ બે દિવસ માટે તમામ વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, રોડ પર માટી પાથરી દેવામાં આવી હતી, જેના કારણે વાહનચાલકોને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે. વરસાદની શરૂઆત થતાં, રોડ પર કાદવ અને પાણી ભરાઈ ગયા છે, જેનાથી વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

નગરપાલિકાની આ ધીમી ગતિની કામગીરીને લઈને સ્થાનિક લોકો અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. તેઓ વહેલી તકે ડામર પાથરીને પ્રવેશ દ્વારનો રોડ ઝડપથી બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande