રાજ્ય સરકારના નવીન અભિગમ હેઠળ આંગણવાડીમાં દૈનિક યોગાભ્યાસ, વડુ-1 કેન્દ્ર ખાતે ઉજવણી
મહેસાણા, 19 જૂન (હિ.સ.)રાજ્ય સરકાર દ્વારા બાળકો અને મહિલાઓના સર્વાંગી વિકાસ તેમજ સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે અમલમાં મૂકાયેલા દૈનિક યોગાભ્યાસ કાર્યક્રમ અંતર્ગત મહેસાણા જિલ્લાના વાલમ ઘટકના વાલમ સેજા વિસ્તારમાં આવેલ વડુ-1 આંગણવાડી કેન્દ્ર ખ
રાજ્ય સરકારના નવીન અભિગમ હેઠળ આંગણવાડીમાં દૈનિક યોગાભ્યાસ, વડુ-1 કેન્દ્ર ખાતે ઉજવણી


મહેસાણા, 19 જૂન (હિ.સ.)રાજ્ય સરકાર દ્વારા બાળકો અને મહિલાઓના સર્વાંગી વિકાસ તેમજ સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે અમલમાં મૂકાયેલા દૈનિક યોગાભ્યાસ કાર્યક્રમ અંતર્ગત મહેસાણા જિલ્લાના વાલમ ઘટકના વાલમ સેજા વિસ્તારમાં આવેલ વડુ-1 આંગણવાડી કેન્દ્ર ખાતે યોગાભ્યાસની ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કેન્દ્રના બાળકો, સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ તેમજ સ્થાનિક મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. યોગ નિષ્ણાતો અને આંગણવાડી કાર્યકરોએ ઉપસ્થિત લોકોને વિવિધ યોગાસનો અને પ્રાણાયામની માહિતી આપી હતી. સાથે જ નિયમિત યોગાભ્યાસના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર થતા સકારાત્મક પ્રભાવ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે બાળકોને નાની ઉંમરથી જ યોગ પ્રત્યે જાગૃત કરવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. યોગ દ્વારા એકાગ્રતા, શારીરિક સ્ફૂર્તિ અને માનસિક સંતુલન જાળવી શકાય છે તે અંગે પણ સમજ આપવામાં આવી હતી.

રાજ્ય સરકારના આ નવીન અભિગમથી આંગણવાડી કેન્દ્રોમાં આરોગ્યપ્રદ વાતાવરણનું નિર્માણ થઈ રહ્યું છે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ લાભાર્થીઓએ નિયમિત યોગાભ્યાસ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અને ઉપસ્થિતોએ આ પહેલને આવકારી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande