
કાઠમંડુ, નવી દિલ્હી, 19 જૂન (હિ.સ.). નેપાળના રૂપનદેહી જિલ્લા પોલીસ કાર્યાલયે ક્રિપ્ટોકરન્સીના ગેરકાયદેસર કારોબારમાં સંડોવાયેલા હોવાના આરોપસર ચીનના સાત નાગરિકોની ધરપકડ કરી છે. પોલીસે વિવિધ એપ્સ અને વેબસાઇટ્સ દ્વારા ગેરકાયદેસર રીતે ડિજિટલ ચલણનો કારોબાર થતો હોવાની વિશેષ માહિતીના આધારે દરોડા પાડીને તેમને શુક્રવારે સવારે પકડ્યા.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ બુટવલમાં એક મકાન ભાડે રાખીને રહેતા હતા. આ લોકો બિનન્સ, ઓકેએક્સ, પેટીએમ, ભીમ, મોબીક્વિક અને ફોન પે જેવી એપ્સ અને વેબસાઇટ્સ દ્વારા લેણદેણ કરી રહ્યા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓમાં 49 વર્ષીય છિયોંગ ગોફુ, 43 વર્ષીય હુ ગાંગ, 45 વર્ષીય લી છુહેનએ, 36 વર્ષીય સન હુઈ, 35 વર્ષીય ઝાઓ ક્વીચેન, 32 વર્ષીય છિયાંગ જિયાસુંગ તથા 45 વર્ષીય લી બિનનો સમાવેશ થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ