જ્ઞાન, વિવેક અને દૂરંદેશી જેવા ગુણો જીવનમાં સફળતાનો આધાર હોય છે: વડાપ્રધાન મોદી
નવી દિલ્હી, 19 જૂન (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જ્ઞાન, વિવેક અને દૂરંદેશી જેવા ગુણો જીવનમાં સફળતાનો આધાર હોય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ ગુણોથી સંપન્ન વ્યક્તિ અઘરામાં અઘરા પડકારોનો સામનો કરવા અને અંતે વિજયી થવા સક્ષમ હોય છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી-ફાઈલ ફોટો

નવી દિલ્હી, 19 જૂન (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જ્ઞાન, વિવેક અને દૂરંદેશી જેવા ગુણો જીવનમાં સફળતાનો આધાર હોય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ ગુણોથી સંપન્ન વ્યક્તિ અઘરામાં અઘરા પડકારોનો સામનો કરવા અને અંતે વિજયી થવા સક્ષમ હોય છે.

વડાપ્રધાન મોદીએ શુક્રવારે એક્સ પર એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું,

“शास्त्रे प्रतिष्ठा सहजश्च बोधः प्रागल्भ्यमभ्यस्तगुणा च वाणी। कालानुरोधः प्रतिभानवत्त्वमेते गुणाः कामदुघाः क्रियासु॥”

આ સુભાષિતનો અર્થ છે કે, કોઈ વિષયનું પ્રમાણિક જ્ઞાન, સ્વાભાવિક વિવેક, નિર્ભય આત્મવિશ્વાસ, અભ્યાસથી નિખરેલી પ્રભાવશાળી વાણી, સમયની માંગને ઓળખવાની દૂરંદેશી અને નિરંતર નવી સૂઝબૂઝ આ છ ગુણો મનુષ્યના દરેક કાર્યમાં 'કામધેનુ' સમાન સિદ્ધ થાય છે, જે દરેક લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સહાયક હોય છે.

હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ

 rajesh pande