વડાપ્રધાન મોદી સહિત ઘણા નેતાઓએ રાહુલ ગાંધીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી
નવી દિલ્હી, 19 જૂન (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત ઘણા નેતાઓએ શુક્રવારે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના જન્મદિવસના અવસરે તેમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી.
વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી


નવી દિલ્હી, 19 જૂન (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત ઘણા નેતાઓએ શુક્રવારે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના જન્મદિવસના અવસરે તેમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી.

વડાપ્રધાન મોદીએ એક્સ પર કહ્યું, ''લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને તેમના જન્મદિવસ પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની કામના કરું છું.'' ઓમ બિરલાએ કહ્યું કે, ઈશ્વરથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની કામના કરું છું.

ખડગેએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીની સૌને સાથે લઈને ચાલવાની, સામાજિક ન્યાય, સદ્ભાવ અને કરુણાની પરંપરા તમારા સાર્વજનિક જીવન અને નેતૃત્વમાં ઝળકે છે. ઈશ્વર તમને સારું સ્વાસ્થ્ય, ખુશી, શક્તિ અને દેશની સેવામાં લાંબુ આયુષ્ય પ્રદાન કરે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથે કહ્યું કે, સત્ય, નિર્ભયતા અને સાહસના પર્યાય, કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓના નૈતિક બળ, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં એકવાર ફરીથી લોકશાહી મજબૂત થશે. હું ઈશ્વરથી તમારા સ્વસ્થ અને દીર્ઘાયુ જીવનની કામના કરું છું.

કોંગ્રેસના રાજ્યસભા સભ્ય અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, વર્ષોથી તમારી સાથે નિકટતાથી કામ કરતા મેં તમારામાં એક એવા નેતાને જોયા છે જે દ્રઢ વિશ્વાસ સાથે આગળ વધે છે, પરંતુ તેટલી જ નમ્રતાથી લોકોની વાત પણ સાંભળે છે. ઈશ્વર તમને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને રાષ્ટ્રસેવાના પથ પર નિરંતર સફળતા પ્રદાન કરે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande