બહાદરપુર કુમાર શાળામાં રસેલ વાઇપર સાપ નીકળતા ભારે દોડધામ, એનિમલ રેસ્ક્યૂ ટીમે જંગલમાં મુક્ત કર્યો
છોટાઉદેપુર ,19 જૂન (હિ.સ.) સંખેડા તાલુકાના બહાદરપુર ગામમાંથી આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આવેલી બહાદરપુર કુમાર ગ્રુપ શાળામાં બપોરે ૧૨ વાગ્યાની આસપાસ અચાનક એક અતિ ઝેરી ગણાતો ''રસેલ વાઇપર'' (ખડચિત્રો) પ્રજાતિનો સાપ દેખાતા શાળા પરિસરમ
સાપ


સાપ


છોટાઉદેપુર ,19 જૂન (હિ.સ.) સંખેડા તાલુકાના બહાદરપુર ગામમાંથી આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આવેલી બહાદરપુર કુમાર ગ્રુપ શાળામાં બપોરે ૧૨ વાગ્યાની આસપાસ અચાનક એક અતિ ઝેરી ગણાતો 'રસેલ વાઇપર' (ખડચિત્રો) પ્રજાતિનો સાપ દેખાતા શાળા પરિસરમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. સાપ દેખાવાની સાથે જ શાળાના સ્ટાફ દ્વારા તુરંત જ સ્થાનિક બહાદરપુર એનિમલ રેસ્ક્યૂ ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો.ઘટનાની ગંભીરતાને સમજીને એનિમલ રેસ્ક્યૂ ટીમના સભ્ય શ્રી કેલૈયા ક્રિષ્નકાંત ભાઈ સહેજ પણ સમય બગાડ્યા વિના, કોલ મળતાની સાથે જ તાત્કાલિક ધોરણે શાળાએ દોડી આવ્યા હતા.

તેમણે ભારે જહેમત અને કુશળતાપૂર્વક આ અતિ ઝેરી સાપને સંપૂર્ણ સુરક્ષિત રીતે કાબુમાં લીધો હતો. સાપ પકડાતા જ શાળાના નિર્દોષ બાળકો, શિક્ષકો અને સમગ્ર સ્ટાફે ભારે હાશકારો અનુભવ્યો હતો.સાપને પકડ્યા બાદ રેસ્ક્યૂઅર ક્રિષ્નકાંત ભાઈએ શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફને એકત્રિત કરી સાપ વિશે ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી શૈક્ષણિક માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે રસેલ વાઇપર એ ભારતનો સૌથી વધુ ઝેરી અને આક્રમક સાપોમાંનો એક છે.

આ સાથે જ તેમણે બાળકોને આવા ઝેરી જીવોથી હંમેશા સુરક્ષિત અંતર જાળવી રાખવા અને સાપ દેખાય ત્યારે ગભરાયા વગર વન વિભાગ અથવા રેસ્ક્યૂ ટીમનો સંપર્ક કરવા ખાસ ચેતવણી આપી હતી

.આ સફળ રેસ્ક્યૂ ઓપરેશન બાદ શાળાના આચાર્ય મંગુબેન રોઝ દ્વારા એનિમલ રેસ્ક્યૂ ટીમના સભ્ય ક્રિષ્નકાંત ભાઈની ત્વરિત અને પ્રશંસનીય કામગીરીને બિરદાવી તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નિયમ અનુસાર વન વિભાગ (જંગલ ખાતા) ને આ અંગે જાણ કરવામાં આવી હતી અને પકડાયેલા રસેલ વાઇપર સાપને તેના કુદરતી આવાસ એટલે કે નૈસર્ગિક વાતાવરણમાં સહીસલામત મુક્ત કરવામાં આવ્યો હતો. રેસ્ક્યૂ ટીમની આ ત્વરિત કામગીરીને કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી.

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande