લાલ નિશાન પર ખુલ્યું શેરબજાર, સેન્સેક્સમાં 711 અંકનો ઘટાડો
નવી દિલ્હી, 19 જૂન (હિ.સ.). સપ્તાહના અંતિમ કારોબારી દિવસે શુક્રવારે સ્થાનિક શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું. શરૂઆત ખૂબ જ ખરાબ રહી છે. ભારે વેચવાલી જોવા મળી, જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટી ધડામ થયા. આ કારણોસર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) નો સેન્સેક
પ્રતીકાત્મક


નવી દિલ્હી, 19 જૂન (હિ.સ.). સપ્તાહના અંતિમ કારોબારી દિવસે શુક્રવારે સ્થાનિક શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું. શરૂઆત ખૂબ જ ખરાબ રહી છે. ભારે વેચવાલી જોવા મળી, જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટી ધડામ થયા.

આ કારણોસર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) નો સેન્સેક્સ 710.77 અંક એટલે કે 0.92 ટકાના ઘટાડા સાથે 76,699.20 ના સ્તરે અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) નો નિફ્ટી પણ 194.20 અંક એટલે કે 0.80 ટકા ઘટીને 23,973.80 ના સ્તરની આસપાસ કારોબાર કરી રહ્યો છે.

આઈટી શેરોમાં સૌથી વધુ લગભગ 6 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ફોસિસના શેરમાં 8 ટકા, ટીસીએસ 6 ટકા, ટેક મહિન્દ્રા 6 ટકા અને એચસીએલ ટેકના શેરમાં 5 ટકા સુધીનો ઘટાડો થયો છે. જ્યારે, ભારતીય ચલણ રૂપિયો શરૂઆતી કારોબારમાં 10 પૈસાના વધારા સાથે અમેરિકી ડોલર સામે 94.30 પર કારોબાર કરી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગુરુવારે શેરબજારમાં સતત પાંચમા કારોબારી સત્રમાં તેજી જોવા મળી હતી. કારોબારના અંતે સેન્સેક્સ 254.36 અંક એટલે કે 0.33 ટકાના ઉછાળા સાથે 77,409.98 ના સ્તરે બંધ થયો. જ્યારે, એનએસઈનો નિફ્ટી 82.30 અંક એટલે કે 0.34 ટકા વધીને 24,168 ના સ્તરે બંધ રહ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande