ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં, સફેદ ડુંગળીના ભાવ માં વધારો નોંધાયો.
ભાવનગર, 19 જૂન (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ માં વધારો નોંધાયો.ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતો પોતાની અલગ અલગ જનસ લઈને વેચાણ કરવા માટે આવ્યા હતા ફક્ત ભાવનગર જીલ્લો જ નહીં પરંતુ અન્ય જિલ્લાઓમ
માર્કેટિંગ યાર્ડમાં રહેલ ડુંગળી નો ફોટો


ભાવનગર, 19 જૂન (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ માં વધારો નોંધાયો.ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતો પોતાની અલગ અલગ જનસ લઈને વેચાણ કરવા માટે આવ્યા હતા ફક્ત ભાવનગર જીલ્લો જ નહીં પરંતુ અન્ય જિલ્લાઓમાંથી પણ ખેડૂતો અહીંયા અલગ અલગ પાકનું વેચાણ કરવા માટે આવતા હોય છે ખાસ કરીને મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં દર વર્ષે આવક નોંધાતી હોય છે ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડને ડુંગળીનું હબ પણ ગણવામાં આવે છે.

મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે 1363 કટ્ટા લાલ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 100 રૂપિયાથી 432 રૂપિયા સુધી રહ્યા હતા ગઈકાલની સરખામણીએ લાલ ડુંગળીના ભાવમાં 54 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે આ સાથે જ આજે સફેદ ડુંગળીના 1217 કટ્ટા નું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 192 રૂપિયાથી લઈને 435 રૂપિયા સુધી આજે રહ્યા હતા સફેદ ડુંગળીના ભાવમાં ગઈકાલની સરખામણીએ 142 રૂપિયાનો વધારો નોંધાયો છે. આ સાથે જ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં 32030 નગ નારીયલ નું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 505 રૂપિયાથી લઈને 2745 રૂપિયા સુધી રહ્યા હતા. ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં 291 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

આ સાથે જ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળી મગડી નો 1450 રૂપિયાથી લઈને 1667 રૂપિયા સુધી રહ્યા હતા. જ્યારે મગફળી મીનાક્ષી નો ભાવ 1251 રૂપિયાથી લઈને 1,351 રૂપિયા સુધી રહ્યો હતો.જ્યારે મગફળી જી 20 નો ભાવ 830 રૂપિયાથી 1348 રૂપિયા સુધી રહ્યો હતો જ્યારે આજે 193 ગુણી મગફળીનું વેચાણ મહુવા માર્કેટિંગ યાર્ડમાં કરવામાં આવ્યું હતું.

જ્યારે આજે મહુવા માર્કેટીંગ યાર્ડમાં કપાસની 15 ગાસડીનું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 1540 રૂપિયાથી લઈને 1699 રૂપિયા સુધી રહ્યા હતા.આ સાથે જ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ઘઉં ટુકડાના 639 કટ્ટા ની આવક નોંધાઈ હતી તેના ભાવ 350રૂપિયાથી લઈને 521 રૂપિયા સુધી રહ્યા હતા આ સાથે જ આજે તલ સફેદ નો ભાવ 1350 રૂપિયાથી લઈને 2441 રૂપિયા સુધી રહ્યો હતો ત્યારે તલ કાળા નો ભાવ 2000 રૂપિયાથી લઈને 3550 સુધી રહ્યો હતો આજે 349 કટ્ટા તલની આવક નોંધાઈ હતી. સફેદ તલના ભાવમાં 41 રૂપિયાનો વધારો નોંધાયો હતો જ્યારે તલ કાળા ના ભાવ ગઈકાલની સરખામણીએ સરખા રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande