
સુરત, 19 જૂન (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘પ્રગતિ પથ યાત્રા’ અંતર્ગત કેન્દ્રીય યુવા બાબતો અને રમત-ગમત રાજ્યમંત્રી રક્ષા ખડસેએ સુરતના વેસુ સ્થિત ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC)ની મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન મંત્રીએ સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ICCC સેન્ટરની કામગીરી, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ અને શહેર વ્યવસ્થાપન સંબંધિત વિવિધ પહેલોની વિગતવાર માહિતી મેળવી હતી. અધિકારીઓ દ્વારા પ્રેઝન્ટેશન મારફતે સેન્ટરની કામગીરી અને ટેક્નોલોજી આધારિત સેવાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
પ્રેઝન્ટેશન નિહાળ્યા બાદ રક્ષા ખડસેએ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલા વિકાસલક્ષી અને ટેક્નોલોજી આધારિત કાર્યો દેશના અન્ય શહેરો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે. સુરત શહેર સ્માર્ટ ગવર્નન્સ, આધુનિક સુવિધાઓ અને નાગરિક કેન્દ્રિત સેવાઓના ક્ષેત્રમાં નવી દિશા દર્શાવી રહ્યું છે.
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સુરત શહેર આગામી વર્ષોમાં વધુ વિકાસ સાથે દેશના અગ્રણી શહેરોમાં સ્થાન મજબૂત કરશે અને અન્ય શહેરો માટે રોલ મોડલ તરીકે ઉભરશે.
આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલ, મેયર માયા માવાણી, ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરી, શાસક પક્ષના નેતા અલ્પા મહેતા, દંડક ઉર્મિલા ત્રિપાઠી, પૂર્વ સાંસદ દર્શના જરદોશ, ભાજપ શહેર પ્રમુખ પરેશ પટેલ સહિત મનપાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે