
વોશિંગ્ટન, નવી દિલ્હી, 19 જૂન (હિ.સ.). ફ્રાન્સના પેરિસમાં અમેરિકી રાષ્ટ્રપતિ અને ઈરાની રાષ્ટ્રપતિના શાંતિ કરારના 14 મુદ્દાઓ પર હસ્તાક્ષર થયા પછી, આગામી પગલાં અંગેની વાતચીત માટે, ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ગુરુવારે રાત્રે સ્વિટ્ઝર્લેન્ડ જવા રવાના થયા નથી. આની પુષ્ટિ વ્હાઇટ હાઉસે કરી છે. જોકે, બંને રાષ્ટ્રપતિઓના હસ્તાક્ષર પછી મધ્ય પૂર્વમાં તણાવ મોટાભાગે ઓછો થયો છે અને ઈરાન સાથેના પરમાણુ કાર્યક્રમ અંગેની વાતચીતનો માર્ગ મોકળો થયો છે.
સીબીએસ ન્યૂઝ અને અલ જઝીરાના અહેવાલ મુજબ, વેન્સની યાત્રા સ્થગિત થવાથી હોર્મુઝ જળસંધિમાંથી તેલ ટેન્કરો અને જહાજોની અવરજવર પર કોઈ ફરક પડ્યો નથી. બંને રાષ્ટ્રપતિઓના હસ્તાક્ષર પછી હોર્મુઝ ખુલ્લું મુકાયું છે. અવરજવરમાં અચાનક તેજી આવી છે.
વ્હાઇટ હાઉસના એક પ્રવક્તાએ પત્રકારોને જણાવ્યું કે, ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ઈરાન સાથે વાતચીત શરૂ કરવામાં મદદ કરવા માટે ગુરુવારે મોડી રાત્રે સ્વિટ્ઝર્લેન્ડ જવા રવાના થયા નથી. પ્રવક્તાએ કહ્યું કે, વેન્સ પ્રેસ કોન્ફરન્સમાં કહી ચૂક્યા છે કે ટેકનિકલ વાતચીતની યોજના હજુ નક્કી થઈ નથી. અહેવાલ મુજબ, બંને પક્ષો ટેકનિકલ વાતચીત કરવાની યોજના બનાવી રહ્યા છે.
આ દરમિયાન ટ્રમ્પ પ્રશાસને કોંગ્રેસના નેતાઓને ઈરાન કરાર વિશે માહિતી આપી છે. વ્હાઇટ હાઉસના એક પ્રવક્તાએ કહ્યું કે, ટ્રમ્પ પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓએ હાઉસ અને સેનેટના નેતાઓને ફોન પર આ કરાર વિશે જણાવ્યું. અધિકારીઓએ સેનેટની વિદેશ સંબંધ સમિતિ અને હાઉસની વિદેશી બાબતોની સમિતિના ટોચના સાંસદો તેમજ સેનેટમાં બહુમતી પક્ષના નેતા જ્હોન થ્યુન અને લઘુમતી પક્ષના નેતા ચક શૂમરને ફોન કર્યો. વરિષ્ઠ અધિકારીઓએ સાંસદોના પ્રશ્નોના જવાબો પણ આપ્યા અને અમેરિકા તથા ઈરાન વચ્ચે થનારી આગામી વાતચીતની રૂપરેખા જણાવી.
આ દરમિયાન ઈરાનના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ, ઈરાન સાથે થયેલા અમેરિકી કરાર છતાં દક્ષિણ લેબનોનમાં પોતાના સુરક્ષા ક્ષેત્રમાંથી ઈઝરાયેલી સેનાને હટાવવાનો સખત વિરોધ કર્યો છે. હિઝબુલ્લાહે કહ્યું છે કે, ઈઝરાયેલી સેનાએ લેબનોનની જમીન છોડવી પડશે. બીજી તરફ, અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ)નું કહેવું છે કે, તેણે ઈરાની બંદરો પર લાગેલી નાકાબંધી હટાવી લીધી છે. તેહરાનનું કહેવું છે કે, હોર્મુઝમાંથી પસાર થતા કોમર્શિયલ જહાજોને પરમિટ જારી કરવાની જવાબદારી તેની 'પર્શિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટી'ને સોંપવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ