કડી માત્ર અડધા કલાકમાં સવા ઇંચ વરસાદ,થોળ રોડ ઉપર આવેલ અન્ડર બ્રિજ બંધ કરાતા ટ્રાફિક જામ
કડી/અમદાવાદ,19 જૂન (હિ.સ.) ગુજરાતમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો ધમાકેદાર પ્રારંભ થયો છે. 17 જૂનના રોજ રાજ્યના બનાસકાંઠા, મહીસાગર, દાહોદ, નવસારી, છોટાઉદેપુર, આણંદ, ગોધરા, અરવલ્લી સહિત અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-
Kadi 1.5 inches of rain in just half an hour, traffic jam due to closure of underbridge on Thol Road


Kadi 1.5 inches of rain in just half an hour, traffic jam due to closure of underbridge on Thol Road


કડી/અમદાવાદ,19 જૂન (હિ.સ.) ગુજરાતમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો ધમાકેદાર પ્રારંભ થયો છે. 17 જૂનના રોજ રાજ્યના બનાસકાંઠા, મહીસાગર, દાહોદ, નવસારી, છોટાઉદેપુર, આણંદ, ગોધરા, અરવલ્લી સહિત અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં પણ રાત્રિના વરસાદી માહોલ છવાયો હતો અને સામાન્ય છાંટા વરસ્યા હતાં.

લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ કડીના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. સમી સાંજે આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને પવન તથા ભારે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. આ વરસાદથી સ્થાનિક લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી.

કડી તાલુકામાં ગુરુવારે સાંજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. અડધા કલાકમાં સવા ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ કડીના શાક માર્કેટ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. કડી-થોળ રોડ પરનો અંડરબ્રિજ થોડા સમય માટે બંધ કરવો પડ્યો હતો.અંડરબ્રિજ બંધ થતાં કડી-કલ્યાણપુરા રોડ પર આવેલા વડવાળા હનુમાનજી મંદિર પાસે રેલવે ફાટક નજીક એકાએક ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ટાઉન હોલ અને શાક માર્કેટ પાસે પણ ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો અટવાયા હતા.

હાલમાં પવન અને વાદળછાયા વાતાવરણના કારણે રાજ્યના તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાતાં લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande