સાયબર ફ્રોડના કૌભાંડમાં રાજકોટનો શખ્સ ઝડપાયો
પોરબંદર, 19 જૂન (હિ.સ.) : પોરબંદર સાયબર ક્રાઈમ પોલીસે “ઓપરેશન મ્યુલ હન્ટ'' અંતર્ગત મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી રૂ. 9 લાખના સાયબર ફ્રોડ કેસમાં રાજકોટના એક શખ્સની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન કેનેરા બેંક અને ઈન્ડિયન બેંકના ત્રણ બેંક ખાતાઓનો ઉપયોગ કરી
સાયબર ફ્રોડ ના કૌભાંડમાં રાજકોટનો શખ્સ ઝડપાયો.


પોરબંદર, 19 જૂન (હિ.સ.) : પોરબંદર સાયબર ક્રાઈમ પોલીસે “ઓપરેશન મ્યુલ હન્ટ' અંતર્ગત મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી રૂ. 9 લાખના સાયબર ફ્રોડ કેસમાં રાજકોટના એક શખ્સની ધરપકડ કરી છે.

તપાસ દરમિયાન કેનેરા બેંક અને ઈન્ડિયન બેંકના ત્રણ બેંક ખાતાઓનો ઉપયોગ કરીને સાયબર ફ્રોડ આચરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ ખાતાઓ સામે કુલ 7 સાયબર ફ્રોડ ફરિયાદો નોંધાઈ હતી અને અંદાજે રૂ. 9 લાખની રકમની છેતરપિંડી કરવામાં આવી હોવાનું તપાસમાં ખુલ્યું હતું.પોલીસ તપાસમાં આરોપી તરીકે રવિરાજ ઉર્ફે રવિ ધીરુભાઈ રાઠોડ, મૂળ વતન મોટી ખાવડી, જામનગર અને હાલ રાજકોટની સંડોવણી સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી.આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 66(ડી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

તપાસમાં વધુમાં જાણવા મળ્યું છે કે આરોપી સામે અગાઉ પ્રોહિબિશન, એટ્રોસિટી તથા હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનાઓ સહિત કુલ પાંચ ગુનાઓ નોંધાયેલા છે. હાલ સમગ્ર કેસની વધુ તપાસ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ. એસ.જી.સોલંકી ચલાવી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande