પદ્મ સ્વ. નાના ચુડાસમાના જન્મદિવસ નિમિત્તે જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા અનોખો સેવાયજ્ઞ
બોટાદ, 19 જૂન (હિ.સ.) : સમાજસેવા, કરુણા અને માનવતાના મૂલ્યોને જીવનભર આત્મસાત કરનાર પદ્મ સ્વ. નાના ચુડાસમાના જન્મદિવસ નિમિત્તે જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના જરૂરિયાતમંદ અને વંચિ
ગ્રુપ દ્વારા કરવામાં આવેલ સેવા


બોટાદ, 19 જૂન (હિ.સ.) : સમાજસેવા, કરુણા અને માનવતાના મૂલ્યોને જીવનભર આત્મસાત કરનાર પદ્મ સ્વ. નાના ચુડાસમાના જન્મદિવસ નિમિત્તે જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના જરૂરિયાતમંદ અને વંચિત વર્ગોના કલ્યાણ માટે અનેક જનહિતલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.

સ્વ. નાના ચુડાસમાના સેવાભાવી જીવનમાંથી પ્રેરણા લઈ આયોજિત કાર્યક્રમ અંતર્ગત કુપોષિત બાળકોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત સગર્ભા મહિલાઓને પૌષ્ટિક આહાર મળી રહે તે હેતુથી પોષણ કીટો આપવામાં આવી હતી. ટી.બી. જેવા ગંભીર રોગથી પીડિત દર્દીઓ માટે પણ પોષણયુક્ત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી તેમની સારવાર દરમિયાન જરૂરી પોષણ મળી રહે.

આ સેવાકીય કાર્યક્રમ માત્ર માનવ સેવા પૂરતો મર્યાદિત ન રહ્યો, પરંતુ જીવદયા અને પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે ગાયોને ઘાસચારો આપવામાં આવ્યો હતો. સાથે જ પર્યાવરણના જતન માટે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આશ્રયગૃહમાં રહેતા નિરાધાર અને જરૂરિયાતમંદ લોકોને ભોજન સેવા આપી તેમની સાથે માનવતાનો સ્નેહભર્યો સંબંધ પણ સ્થાપિત કરવામાં આવ્યો હતો.

જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદના હોદ્દેદારો અને સભ્યોએ જણાવ્યું હતું કે સ્વ. નાનાચુડાસમાએ પોતાના સમગ્ર જીવન દરમિયાન સમાજના નબળા વર્ગોના ઉત્થાન માટે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેમના જીવનમૂલ્યો આજે પણ અનેક લોકોને સમાજસેવા માટે પ્રેરિત કરે છે. તેથી તેમના જન્મદિવસની ઉજવણી સેવાકીય કાર્યો દ્વારા કરી સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

કાર્યક્રમમાં ગ્રુપના હોદ્દેદારો, સભ્યો, સેવાભાવીઓ તથા આગેવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સેવા જ શ્રેષ્ઠ સાધનાના સંદેશ સાથે યોજાયેલ આ સેવાયજ્ઞ સમાજમાં માનવતા, સહકાર અને સહઅસ્તિત્વના મૂલ્યોને વધુ મજબૂત બનાવતો રહ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande