દાંતા સિવિલ હોસ્પિટલમાં ફિલ્મી રીલ્સનો ખેલ! સરકારી દવાઓ અને ઇન્જેક્શન સાથે ડાન્સનો વીડિયો વાયરલ, તંત્ર સામે સવાલો
અંબાજી, 02 જૂન (હિ.સ.)બનાસકાંઠાની દાંતા સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. દર્દીઓની સારવાર અને આરોગ્ય સેવાઓ માટે બનાવવામાં આવેલી સરકારી હોસ્પિટલ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોના કારણે ચર્ચામાં છે. વાયરલ વીડિયોમાં હોસ્પિટલ
Danta ni hospital no video vairai


Danta ni hospital no video vairai


Danta ni hospital no video vairai


Danta ni hospital no video vairai


Danta ni hospital no video vairai


અંબાજી, 02 જૂન (હિ.સ.)બનાસકાંઠાની દાંતા સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. દર્દીઓની સારવાર અને આરોગ્ય સેવાઓ માટે બનાવવામાં આવેલી સરકારી હોસ્પિટલ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોના કારણે ચર્ચામાં છે. વાયરલ વીડિયોમાં હોસ્પિટલ પરિસરમાં ફિલ્મી સ્ટાઈલમાં રીલ્સ બનાવવામાં આવી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. વીડિયોમાં કેટલાક લોકો સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ ઇન્જેક્શન અને દવાઓ હાથમાં લઈને ફિલ્મી ગીતો પર ડાન્સ કરતા નજરે પડે છે. આ દરમિયાન હોસ્પિટલ સ્ટાફ પોતાની ફરજ દરમિયાન આરામ ફરમાવતો હોવાનું પણ વીડિયોમાં દેખાતું હોવાનું જણાવાઈ રહ્યું છે, જ્યારે દર્દીઓના સગા-વહાલાઓએ આ સમગ્ર ઘટનાની રીલ્સ બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી છે.સૌથી ચિંતાજનક બાબત એ છે કે જ્યાં દર્દીઓની સારવાર અને જીવન બચાવવાની કામગીરી થતી હોય તેવા ગંભીર સ્થળે આ પ્રકારની હરકતો સામે અનેક સવાલો ઊભા થયા છે.સરકારી હોસ્પિટલની ગૌરવ અને શિસ્ત જાળવવાની જવાબદારી કોની? શું હોસ્પિટલ પરિસરને મનોરંજનનું કેન્દ્ર બનાવી દેવામાં આવ્યું છે? અને શું જવાબદાર અધિકારીઓ આ મામલે કોઈ કાર્યવાહી કરશે?વીડિયો વાયરલ થતાં સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર પાસે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.હવે જોવાનું એ રહેશે કે આરોગ્ય વિભાગ અને જિલ્લા તંત્ર આ સમગ્ર મામલાની તપાસ કરીને શું પગલાં ભરે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande