પાટણના કુંબેરનગરમાં 17 વર્ષીય કિશોરીનો આપઘાત
પાટણ, 02 જૂન (હિ.સ. )પાટણ શહેરના પિતામ્બર તળાવ નજીક આવેલી કુંબેરનગર સોસાયટીમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં 17 વર્ષીય શ્રદ્ધાબેન નામની કિશોરીએ પોતાના ઘરે પંખા સાથે સાડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. શ્રદ્ધાબેન મજૂરી કામ કરતા વસંતજી બબાજ
પાટણના કુંબેરનગરમાં ૧૭ વર્ષીય કિશોરીનો આપઘાત


પાટણ, 02 જૂન (હિ.સ. )પાટણ શહેરના પિતામ્બર તળાવ નજીક આવેલી કુંબેરનગર સોસાયટીમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં 17 વર્ષીય શ્રદ્ધાબેન નામની કિશોરીએ પોતાના ઘરે પંખા સાથે સાડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. શ્રદ્ધાબેન મજૂરી કામ કરતા વસંતજી બબાજી જોઈતાજી ઠાકોરની પુત્રી હતી.

રાત્રિના સમયે બનેલી આ ઘટનામાં ગળેફાંસો આવવાથી કિશોરીનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે જાણ થતાં જ મૃતકના પિતાએ તુરંત પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

હાલમાં આ આત્મહત્યા પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. સ્થાનિક પોલીસ દ્વારા મૃતકના પરિવારના નિવેદનો અને આસપાસના સંજોગોના આધારે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande