ઉંદરા ગામે ગીતાબેન રબારીનો, સન્માન સમારોહ યોજાયો
પાટણ, 02 જૂન (હિ.સ.)સરસ્વતી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ગીતાબેન રબારીની વરણી થતા, તેમના સન્માનાર્થે ઉંદરા ગામે ભવ્ય સન્માન સમારોહ અને સાકર તુલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામા
ઉંદરા ગામે ગીતાબેન રબારીનો સન્માન સમારોહ યોજાયો


પાટણ, 02 જૂન (હિ.સ.)સરસ્વતી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ગીતાબેન રબારીની વરણી થતા, તેમના સન્માનાર્થે ઉંદરા ગામે ભવ્ય સન્માન સમારોહ અને સાકર તુલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે આસપાસના ગામોમાંથી ભાજપના કાર્યકરો, ગામના વડીલો અને વિવિધ રાજકીય તથા સામાજિક ક્ષેત્રના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમમાં પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ અને જાણીતા ગીતકાર મનુભાઈ રબારી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહી, ગીતાબેન રબારીને શુભેચ્છાઓ પાઠવી હતી.

સન્માન સમારોહ દરમિયાન ગીતાબેન રબારીએ, ઉપસ્થિત તમામ મહેમાનો, કાર્યકરો અને ગ્રામજનોનો પ્રેમ, આશીર્વાદ અને શુભેચ્છાઓ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે સરસ્વતી તાલુકાના સર્વાંગી વિકાસ, જનસેવા અને લોકોની સુખાકારી માટે સતત કાર્યરત રહેવાનો સંકલ્પ વ્યક્ત કરતાં વિકાસલક્ષી કાર્યોને વધુ ગતિ આપવાની પ્રતિબદ્ધતા પણ દર્શાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande