પોરબંદરમાં ગેસ સિલિન્ડરની નળી ફાટતા વૃદ્ધા દાઝીયા.
પોરબંદર, 02 જૂન (હિ.સ.) પોરબંદરના ચોપાટી વિલા સર્કિટ નજીક આવેલા એક રહેણાંક મકાનમાં ગેસ સિલિન્ડરની નળી ફાટી જતાં આગ લાગવાની ઘટના બની હતી. આ અકસ્માતમાં ઘરમાં એકલા રહેતા 80 વર્ષીય વૃદ્ધા આગની ઝપેટમાં આવતા દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે પોર
પોરબંદરમાં ગેસ સિલિન્ડરની નળી ફાટતા વૃદ્ધા દાઝીયા.


પોરબંદરમાં ગેસ સિલિન્ડરની નળી ફાટતા વૃદ્ધા દાઝીયા.


પોરબંદરમાં ગેસ સિલિન્ડરની નળી ફાટતા વૃદ્ધા દાઝીયા.


પોરબંદર, 02 જૂન (હિ.સ.) પોરબંદરના ચોપાટી વિલા સર્કિટ નજીક આવેલા એક રહેણાંક મકાનમાં ગેસ સિલિન્ડરની નળી ફાટી જતાં આગ લાગવાની ઘટના બની હતી. આ અકસ્માતમાં ઘરમાં એકલા રહેતા 80 વર્ષીય વૃદ્ધા આગની ઝપેટમાં આવતા દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે પોરબંદર ની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ બપોરના સમયે મકાનના રસોડામાં ગેસ સિલિન્ડરની નળી ફાટતાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગ લાગતા ઘરમાં અફરાતફરી મચી ગઈ હતી. રસોડામાં હાજર વૃદ્ધા આગની ઝપેટમાં આવતા દાઝી ગયા હતા.આગ લાગતા લોકોના ટોળા એકત્ર થયા હતા તો બીજી તરફ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande