
બોટાદ, 02 જૂન (હિ.સ.)બોટાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હેઠળની બરવાળા તાલુકાની ચોકડી પ્રાથમિક શાળા(કેન્દ્ર નં.૭) અને કાપડીયાળી પ્રાથમિક શાળા(કેન્દ્ર નં.૯), રોજીદ પ્રાથમિક શાળા(કેન્દ્ર નં.૨૦), નવા નાવડા પ્રાથમિક શાળા(કેન્દ્ર નં.૧૫) માટે કેન્દ્ર સંચાલકની ખંડ સમયની નિમણૂંક માટે કામ ચલાઉ ધોરણે માનદવેતનથી નિમણૂંક આપવામાં આવશે.
ઉમેદવારો તા.૧૧/૦૬/૨૦૨૬ સુધીમા અરજી કરી શકશે.આ નિમણુક માટે ઉમેદવારોએ એસ.એસ.સી. પાસની લાયકાત ધરાવતા હોવા જોઈએ. ઉમેદવારોની લઘુતમ વય મર્યાદા ૨૦ વર્ષથી વધુ અને ૬૦ વર્ષથી ઓછી હોવી જોઇએ તથા સ્થાનિક ગામનો રહિશ હોવો જોઇએ. વિધવા તેમજ ત્યક્તા બહેનોને અગ્રતા આપવામા આવશે. નિયત અરજી પત્રક મામલતદાર કચેરી બરવાળા ખાતેથી કચેરી સમય દરમિયાન વિનામુલ્યે મેળવી શકાશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૧૧/૦૬/૨૦૨૬ સુધીમા નિયત ફોર્મમા અરજી કરી મામલતદાર કચેરી બરવાળા ખાતે આ મુજબના પ્રમાણપત્રો આધાર પુરાવા સાથે રજુ કરવાના થશે. જન્મનુ પ્રમાણપત્ર/શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર, એસ.એસ.સી. પાસ કર્યાનુ પ્રમાણપત્ર તથા છેલ્લી શૈક્ષણીક લાયકાતનું પ્રમાણપત્ર, રેશનકાર્ડની નકલ, ચુંટણી કાર્ડ તથા આધારકાર્ડની નકલ, જાતી પ્રમાણપત્રની નકલ, એક પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, વિધવા તથા ત્યક્તા હોવાના કિસ્સામા અધિકૃત અધિકારીશ્રી તરફથી આપાયેલ પ્રમાણપત્ર અથવા પુરાવા, અન્ય કોઇ લાયકાત અથવા અનુભવ ધરાવતા હોય તો તે અંગેનું પ્રમાણપત્ર, બેંક પાસબુકની નકલ સહિતના જરૂરી દસ્તાવેજો હોવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે, શિક્ષણ વિભાગના નિયત જોગવાઇ મુજબ ભરતી પ્રક્રિયા હાથ ધરવામા આવશે. પી.એમ.પોષણ યોજનાના કેન્દ્ર ઉપર મળેલ આ નિમણૂંક સરકારી કે પંચાયત સેવામાં ગણાશે નહી. અને આ નિમણૂંક ખંહંગામી અને વગર નોટીસે છુટા કરી શકાય તેવી રહેશે. લાયકાત નહી ધરાવતા ઉમેદવારોએ અરજી કરવી નહી. નિમણુક અંગે તમામ અધિકાર મામલતદાર બરવાળા પી.એમ.પોષણ યોજનાને અબાધિત છે. તેમ બરવાળા મામલતદાર એચ.એસ.જાડેજાની યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA