ભાવનગર મંડળમાં નવી શ્રમ સંહિતાઓ અંગે જાગૃતિ સેમિનારનું આયોજન
ભાવનગર 2 જૂન (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં નવી શ્રમ સંહિતાઓ (New Labour Code) ના પ્રાવધાનો, તેમના અસરકારક અમલીકરણ તથા પાલન સંબંધિત માહિતી પ્રદાન કરવા માટે એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર મંડળ રેલ પ્રબંધક દિનેશ
ભાવનગર મંડળમાં નવી શ્રમ સંહિતાઓ અંગે જાગૃતિ સેમિનાર


ભાવનગર 2 જૂન (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં નવી શ્રમ સંહિતાઓ (New Labour Code) ના પ્રાવધાનો, તેમના અસરકારક અમલીકરણ તથા પાલન સંબંધિત માહિતી પ્રદાન કરવા માટે એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના માર્ગદર્શન અને પ્રેરણાથી યોજાયો હતો.

કાર્યક્રમની અધ્યક્ષતા વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી હુબલાલ જગને કરી હતી. સેમિનારના મુખ્ય વક્તા અમદાવાદના શ્રમ અમલીકરણ અધિકારી (Labour Enforcement Officer) શ્રી ફારુખ હુસેન શેખ હતા. તેમણે પોતાના સંબોધનમાં નવી શ્રમ સંહિતાઓના વિવિધ પ્રાવધાનો, કર્મચારીઓ અને નિયોજકોના અધિકારો તથા જવાબદારીઓ તેમજ શ્રમ કાયદાઓમાં થયેલા મહત્વપૂર્ણ ફેરફારો અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે શ્રમ કાયદાઓના અસરકારક પાલન અને કાર્યસ્થળ પર વધુ સારા શ્રમ વ્યવસ્થાપનની જરૂરિયાત પર પણ પ્રકાશ પાડ્યો હતો.

સેમિનાર દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ, કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા પૂછવામાં આવેલા વિવિધ પ્રશ્નો અને શંકાઓનું શ્રી શેખ દ્વારા વિસ્તૃત નિરાકરણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિતોએ આ સંવાદાત્મક સત્રને અત્યંત ઉપયોગી, જ્ઞાનવર્ધક અને વ્યવહારુ ગણાવ્યું હતું.

આ પ્રસંગે મંડળના મોટી સંખ્યામાં અધિકારીઓ, કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે શ્રમ અમલીકરણ અધિકારી ફારુખ હુસેન શેખને તેમના મહત્વપૂર્ણ યોગદાન અને માર્ગદર્શન બદલ સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમનું સફળ સંચાલન મુખ્ય કર્મચારી અને કલ્યાણ નિરીક્ષક શ્રી એસ. કે. પરમાર તથા ભાવનગર મંડળના કાર્મિક વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ પ્રતિભાગીઓએ આવા જાગૃતિ કાર્યક્રમોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, આ પ્રકારના કાર્યક્રમો શ્રમ કાયદાઓ પ્રત્યે જાગૃતિ વધારવા અને તેમના અસરકારક પાલનને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ પહેલ સાબિત થાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande