વડાપ્રધાનના આગમન પૂર્વે, શહેરમાં તડામાર તૈયારીઓ શરુ: વિવિધ રોડ-રસ્તા પર સ્વચ્છતા અભિયાન પુર જોશમાં
સુરત, 02 જૂન (હિ.સ.): આગામી ૫મી જુને સુરતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમનની તૈયારીઓના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પુર જોશમાં તૈયારીઓ આરંભાય છે. ‘૫ જુન’ને વિશ્વ પર્યાવરણ દિવસના ખાસ અવસરે સુરતના મહેમાન બનનાર વડાપ્રધાન હર હંમેશ સ્વચ્છતાના
Surat


સુરત, 02 જૂન (હિ.સ.): આગામી ૫મી જુને સુરતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમનની તૈયારીઓના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પુર જોશમાં તૈયારીઓ આરંભાય છે. ‘૫ જુન’ને વિશ્વ પર્યાવરણ દિવસના ખાસ અવસરે સુરતના મહેમાન બનનાર વડાપ્રધાન હર હંમેશ સ્વચ્છતાના આગ્રહી રહ્યા છે. તેમના નેતૃત્વ હેઠળ દેશભરમાં ચાલેલા સ્વચ્છતા અભિયાનને પરિણામે સુરતે ‘સૌથી સ્વચ્છ શહેર’ તરીકે પ્રસિદ્ધિ પણ મેળવી છે. ત્યારે વડાપ્રધાનના આગમન પૂર્વે SMC કમિશનર એમ.નાગરાજનના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મીઓ દ્વારા વિવિધ રોડ-રસ્તા પર વિશેષ રૂપે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે.

જેમાં ખાસ કરીને શહેરના રોડ રસ્તા તેમજ ફૂટપાથના રીપેરીંગની કામગીરી, વિવિધ ટેક્ષી-બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનની સફાઈ, રાત્રી બજાર/ફૂડ સ્ટ્રીટની અને શહેરના બાગ-બગીચાઓની સફાઈ કરવામાં આવી હતી. અંદાજિત 26 કિમી સુધીના રોડ-રસ્તાઓની સફાઈ દરમિયાન 20.34 મેટ્રિક ટન ઘન કચરો, 54.8 મેટ્રિક ટન C & D વેસ્ટ એકત્ર કરાયો હતો. તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ અને રસ્તા પર ગંદગી ફેલાવવા માટે રૂ.39,250ના દંડની વસુલાત પણ કરામાં આવી હતી. આ સફાઈ અભિયાનમાં જુદા જુદા વોર્ડ ના કોર્પોરેટરઓ તેમજ SMCના અધિકારી/કર્મચારીઓએ ભાગ લીધો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande