
નવી દિલ્હી, 2 જૂન (હિ.સ.): ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) ના કથિત ઉલ્લંઘનના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ, મંગળવારે વેદાંતા ગ્રુપના વિવિધ પરિસરમાં દરોડા પાડ્યા.
ઈડી ટીમો સવારથી વેદાંતા ગ્રુપ સાથે જોડાયેલા પરિસરમાં દરોડા પાડી રહી છે. દરોડા દરમિયાન દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ ચાલુ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ફેમા નિયમોના કથિત ઉલ્લંઘનની ચાલુ તપાસના સંદર્ભમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / અનુપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ