નટવરનગર ગામે રસ્તો ખુલ્લો કરવા મુદ્દે ખેડૂતોમાં રોષ.
પોરબંદર, 02 જૂન (હિ.સ.) પોરબંદર તાલુકાના નટવરનગર વિસ્તારના ખેડૂતોમાં રસ્તાની સમસ્યાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ થોડા સમય પૂર્વે પોરબંદર મામલતદાર દ્વારા ખાંભોદરથી હાથલા તરફ જતા જાહેર માર્ગ પરના દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો
નટવરનગર ગામે રસ્તો ખુલ્લો કરવા મુદ્દે ખેડૂતોમાં રોષ.


નટવરનગર ગામે રસ્તો ખુલ્લો કરવા મુદ્દે ખેડૂતોમાં રોષ.


નટવરનગર ગામે રસ્તો ખુલ્લો કરવા મુદ્દે ખેડૂતોમાં રોષ.


નટવરનગર ગામે રસ્તો ખુલ્લો કરવા મુદ્દે ખેડૂતોમાં રોષ.


નટવરનગર ગામે રસ્તો ખુલ્લો કરવા મુદ્દે ખેડૂતોમાં રોષ.


પોરબંદર, 02 જૂન (હિ.સ.) પોરબંદર તાલુકાના નટવરનગર વિસ્તારના ખેડૂતોમાં રસ્તાની સમસ્યાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ થોડા સમય પૂર્વે પોરબંદર મામલતદાર દ્વારા ખાંભોદરથી હાથલા તરફ જતા જાહેર માર્ગ પરના દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે આ કામગીરી બાદ પણ માર્ગ પર અનેક સ્થળોએ દબાણો યથાવત્ હોવાનું ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે.સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, માર્ગ પરથી તમામ પ્રકારના અવરોધો દૂર કરવાની કામગીરી અધૂરી રહી હોવાથી આજે પણ અનેક જગ્યાએ રસ્તો સાંકડો બની ગયો છે. જેના કારણે ખેતીના સાધનો, ટ્રેક્ટર તેમજ અન્ય વાહનોની અવરજવર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે દબાણ દૂર કરવાની કાર્યવાહી સંપૂર્ણ રીતે કરવામાં આવી હોત તો આજે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ ન હોત.ખેડૂતોમાં વધુ એક નારાજગીનો મુદ્દો એ છે કે જ્યાં દબાણો દૂર કરવામાં આવ્યા છે ત્યાં રસ્તાને યોગ્ય રીતે સમથળ કરવામાં આવ્યો નથી. રસ્તા પર ખાડા, ઊંચા-નીચા ભાગો અને અસમતળ સપાટી હોવાના કારણે વાહનચાલકો તેમજ ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેતીની મોસમ નજીક આવી રહી હોવાથી ખેડૂતો માટે આ

રસ્તાઓનું મહત્વ વધુ વધી ગયું છે. બીજી તરફ, રસ્તાની વચ્ચે આવેલા પીજીવીસીએલના વીજ પોલોને લઈને પણ ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ કેટલાક સ્થળોએ વીજ પોલો રસ્તાની વચ્ચે અથવા અવરજવરને અસર કરે તેવી સ્થિતિમાં હોવાથી મોટા વાહનો અને ખેતીના સાધનો પસાર કરવામાં મુશ્કેલી ઊભી થાય છે. આ મુદ્દે પણ સંબંધિત તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી.

ખેડૂતોનો આક્ષેપ છે કે તેઓ દ્વારા અનેક વખત પોરબંદર મામલતદાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. જેના કારણે ખેડૂતોમાં રોષની લાગણી વધુ પ્રબળ બની રહી છે.હાલ ચોમાસું નજીક આવી રહ્યું હોવાથી ખેડૂતોની ચિંતા વધી છે. વરસાદ શરૂ થયા બાદ રસ્તાઓની સ્થિતિ વધુ ખરાબ બનશે અને ખેતીની કામગીરીમાં વિઘ્નો ઊભા થશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ખેડૂતો તાત્કાલિક ધોરણે બાકી રહેલા દબાણો દૂર કરવા, રસ્તાને સમથળ બનાવવા તથા વીજ પોલોની સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે રોઝડાથી મજીવાણા ગામને જોડતા માર્ગની હાલતને લઈને પણ ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. આ માર્ગના સમારકામ અને સુવિધાસભર અવરજવર માટે પણ ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે. ચોમાસા પહેલાં બંને માર્ગોના પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande