પાટણમાં રજાઈ-ગાદલાની દુકાનમાં આગ, મોટી દુર્ઘટના ટળી
પાટણ, 02 જૂન (હિ.સ.) પાટણ શહેરના સુભાષચોક વિસ્તારમાં આવેલી વાદી સોસાયટી નજીક એક રજાઈ-ગાદલાની દુકાનમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. દુકાનમાં રૂનો મોટો જથ્થો હોવાથી આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા જોવા
પાટણમાં રજાઈ-ગાદલાની દુકાનમાં આગ, મોટી દુર્ઘટના ટળી


પાટણ, 02 જૂન (હિ.સ.) પાટણ શહેરના સુભાષચોક વિસ્તારમાં આવેલી વાદી સોસાયટી નજીક એક રજાઈ-ગાદલાની દુકાનમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. દુકાનમાં રૂનો મોટો જથ્થો હોવાથી આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા. રહેણાંક વિસ્તારમાં આગ લાગતાં સ્થાનિકોમાં ભય અને ચિંતા ફેલાઈ હતી.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ, ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી. પાટણ નગરપાલિકાના ફાયર ફાઇટરો તાત્કાલિક સ્થળ પર પહોંચી, પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ આગને વધુ ફેલાતી અટકાવી તેના પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી અને સમયસરની કામગીરીને કારણે મોટી દુર્ઘટના તેમજ આર્થિક નુકસાન ટળ્યું હતું. સ્થાનિક રહીશોએ રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ચાલતી આવી વ્યાપારી પ્રવૃત્તિઓ સામે નગરપાલિકા અને સંબંધિત તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande