
સુરત, 02 જૂન (હિ.સ.) શહેરના કુંભારીયા ગામ ખાતે આવેલી ઓયો હોટલમાં ગત રાત્રે આગ લાગી ગઈ હતી.આગને કારણે ઘુમાડો વધારે પ્રમાણમાં ફેલાવવા લાગ્યો હતો.જયારે ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી.એટલું જ નહીં સ્ટાફના ત્રણ લોકો પણ અંદર ફસાય ગયા હતા.ઘટના અંગે જાણ કરવામાં આવતા ત્રણ અલગ અલગ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગને કાબુમાં લેવાની કવાયત શરૂ કરવાની સાથે સાથે અંદર ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.
ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પુણા કુંભારીયા ગામ ખાતે આવેલા સારથી કોમ્પલેક્ષની અંદર ચોથા માળે ઓયો હોટલ આવેલી હતી.જેની અંદર 14થી15 રૂમો હતી.દરમ્યાન ગત રાત્રે લગભગ 9 વાગ્યે ચોથા માળે આવેલા રૂમ નંબર 104 માં આગ લાગી ગઈ હતી.ઘટનાને પગલે ત્યાં હાજર સ્ટાફમાં ભાગદોડ મચી ગઈ હતી.
જીવ બચાવવા બધા આમતેમ ભાગવા લાગ્યા હતા ત્યારે ત્રણ સ્ટાફ અંદર જ ફસાય ગયો હતો જેને પગલે અન્ય સ્ટાફમાં ઘબરાટ ફેલાય ગયો હતો.જયારે આગને કારણે કાળોડિબાંગ ઘુમાડો અંદર ભરાય ગયો હતો.ઘટના અંગે જાણ કરવામાં આવતા ત્રણ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વધુમાં સબ ફાયર ઓફિસર સુનિલ ચૌધરીએ જણાવ્યું હતું કે ચોથા માળે આગ લગાવાનો કોલ મળ્યો હતો જેથી ટીટીએલ સહિતના સાધનો લઈને ઘટના સ્થળે પહોંચ્યા હતા.અંદર વેન્ટિલેશનની બરાબર સુવિધા નહીં હોવાને કારણે ઘુમાડો વધારે પ્રમાણ ભરાય ગયો હતો અને બહાર નીકળવાંની જગ્યા નહીં હતી આ પરિસ્થિતિમાં કાંચ તોડીને ઘુમાડો બવાહર કાઢવામાં આવ્યો હતો તેમજ ફાયર જવાનો દવારા અંદર ફસાયેલા સ્ટાફ પંચાલ સુનિલ પરમાર
, વસાવા સુહાગ ભગુ અને ઉપગ્રસ્ત યાદવનાઓને સહીસલામત બાહર કાઢવામાં આવ્યા હતા.તેમજ એકાદ કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં કરી લેવામાં આવી હતી.શોર્ટ સર્કિટને લીધે આગ લાગી હતી.આગમાં ગાદલા,પંખા સહિતનો સામાન બળી ગયો હતો.સદ્નસીબે કોઈ જાનહાની નહીં થઇ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે