
ગીર સોમનાથ 2 જૂન (હિ.સ.) સોમનાથ વેરાવળમાં વિસરાતા સાયકલ યુગને જીવિત રાખે છે સાયકલ રીપેરીંગ સ્ટોરો -શ્રીમકો વિદ્યાર્થીઓને અને કડકડતી ઠંડી હોય કે ધોમધખતો તાપ હોય કે ધોધમાર વરસાદ હોય લોકોના ઘેરે ઘેરે અખબાર પહોંચાડતા ફેરિયાઓનું આજના યુગમાયે સાયકલ જ વાહન રહ્યું છે.
સોમનાથ વેરાવળ ના 60 ફુડ રોડ ઉપર આવેલ વિદ્યુત નગર ખાતે કેયુર દીપકભાઈ 18 વર્ષથી સાયકલ રીપેરીંગ નું કામ કરે છે તો પ્રભાસ પાટણના મોટા ઝાંપા પાસેના સફળ સાયકલ સ્ટોર વાળા સબીર મહંમદ ગોહેલ 45 વર્ષથી આ જ કેબિનમાં સાયકલ રીપેરીંગ- રીફિટિંગ કરે છે.
તો હિરણ નદીના જુના પુલ પાસે દેવશીભાઈ રીપેરીંગ પંચર કરવું સહિતની કામગીરીઓ કરે છે પ્રભાસ પાટણમાં મહેશ સાયકલ સ્ટોર ન્યુ સફર સફર સાયકલ સ્ટોર અને વેરાવળમાં પણ અનેક સ્ટોલો આવેલા છે રીપેરીંગમાં બધાને કામ મળી રહે છે અને આ જીવિકા મેળવે છે જોકે સાયકલ વેચતા માત્ર અંદાજે છ જેટલા જે દુકાનો છે આજે જ્યારે યુદ્ધને કારણે ડીઝલ અને પેટ્રોલના ભાવ દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે સાયકલ એ એવું પરિવહનનું સાધન છે કે તેમાં પેટ્રોલ ડીઝલ જોતું નથી ઉપરાંત પાર્કિંગની સમસ્યા રહેતી નથી અને ગમે તેવી સાંકડી શેરીમાં જઈ શકે છે સોમનાથ પ્રભાસ પાટણ માં એક સમયે સાયકલ કલાકના દર પાડે આપવાની દુકાનો હતી જે આજે નથી સ્વર્ગસ્થ વડીલો પાસેથી સાંભળેલી વાતોને દોહરાવતા સોમનાથના ભાસ્કર વૈધ કહે છે કે તેઓ કહેતા કે આજના જમાનામાં જીમની ઊંચી ફી દઈને આપણે કસરત કરવા જઈએ છીએ તે સમયમાં ઘર વપરાશ નોકરી જવા આવવા ભણવા આવવા જવામાં સાયકલનો વપરાશ થતો જે એક એવી કસરત થઈ જતી કે કેટલીક બીમારીઓ દૂર રહેતી તેવી તે લોકોની માન્યતા હતી આજના અધતન બાઈક -કાર ના યુગમાયે શ્રીમકો વિદ્યાર્થીઓ દૂર -દૂર ના કેટલા ખેતર વાળાઓ હજુ યે સાયકલ વાપરે છે અને સાયકલયુગને જીવંત રાખે છે સાયકલની ટ્રીન- ટ્રીન ઘંટડી સાથે પરિવારની ભાવત્મક લાગણીઓ હતી અને જે આત્મીયતા હતી જે આજના આધુનિક વાહનોના હોનૅ ગમે તેટલા આકર્ષક રીતે વાગે પણ કદાચ તેને તો પહોંચી જ ના શકે સાયકલ માત્ર સ્વાસ્થ્ય જ નહીં પ્રદૂષણ મુક્ત અને સૌને પરવડે તેવું વાહન છે બાળકોનું બાળપણ આજના યુગમાયે સાયકલ શીખવાથી થાય છે નાના બાળકોને ચાલતા પણ નાની સાઇકલથી જ શીખવાય છે આમ સાયકલ આપણે સંસ્કૃતિનું મહામુલુ વાહન છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ