
સોમનાથ,2 જૂન (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના સોમનાથના દરિયા કિનારે સ્વચ્છ અને સુંદર મજાનું બનાવામા આવેલવોક વે ઉપર પ્રવાસીઓ બાળકો તથા લોકો સાયકલ ની મજા માણી રહ્યા છે એક બાજુ દરિયાની મજા લેવી છે અને બીજી બાજુ સાયકલ ચલાવે છે તેનો એક અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છેત્યારે સમગ્ર વિશ્વ 3 જૂને વિશ્વ સાયકલ દિવસ ઉજવણી કરી રહુંયું છે ત્યારે વિશ્વ પ્રસિદ્ધ સૌમનાથ સમુદ્ર walk વે ઉપર યાત્રિકો પ્રવાસીઓ ઉનાળુ વેકેશન પવિત્ર પુરસોત્તમ માસ શનિ રવિ રજાઓમાં વોક વે ઉપર સાયકલલિંગ કરી મજા માણી રહ્યાં છે.
સૌમનાથ વોક વે ઉપર 1 કલાક ના દરે સાયકલ ફેરવવા ભાડે આપવામાં આવે છે.
આમ સાયકલ ફેરવવાથી શરીર સ્વાસ્થ્ય જળવાય પ્રદુશન મુક્ત વાતાવરણ રહે અને હરતા ફરતા જિમ જેવી કસરત થાઈ સાથોસાથ આજકાલ ઇંધણ ભાવો વધી રહ્યાં છે તેમાં સાયકલ જ સારો વિકલ્પ છે તે વોં સંદેશો યાત્રિકો વોક વે પર સાયકલ ફેરવી આપી રહ્યાં છે
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ