
સોમનાથ,2 જૂન (હિ.સ.) સૌરાષ્ટ્ર ના પ્રભાસપાટણ ક્ષેત્રે આવેલ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ નજક આવેલ વેરાવળ તાલુકાનાં ખારવા સમાજ ના યુવાનો ધર્મપ્રેમી જનતા છે ધર્મ પ્રત્યે એટલી બધી શ્રદ્ધા અનેઆસ્થા ધરાવે છે કે સોમનાથ થી કેદારનાથ સુધી બે યુવાનો એ પગપાળા યાત્રા પુર્ણ કરી અને ગયા મહિને વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના યુવાનો સોમનાથ થી અમરનાથ પગપાળા યાત્રા કરવા નિકળ્યા છે અને બીજા યુવાનો સોમનાથ થી લય ને ચારધામ કેદારનાથ ની પગપાળા યાત્રા કરવા નિકળ્યા છે સાથે દર વર્ષે ની જેમ માછીમારી સિઝન માં વેકેશનથતાં આખો ખલાસી સંઘ પોતાના પરિવાર સાથે દેવભૂમિ દ્વારકા ની પગપાળા યાત્રા કરવા નિકળી જાય છે અને ત્યારબાદ ભાવનગર મુકામે ભગુડા મોગલ ની પગપાળા યાત્રા કરવા જાય છે પાંચ યુવાનો વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ જીતુ મોહનભાઈ કુહાડા ના આશીર્વાદ લય અને સોમનાથ થી ઉજ્જૈન મહાકાલ ની પગપાળા યાત્રા કરવા જવાના છે
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ