
જૂનાગઢ, 2 જૂન (હિ.સ.) માળીયાહાટીના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સાસરે રહેતા એક પરિવારની વહુ પર પતિ અને સાસુ સસરા દ્વારા વારંવાર શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જેથી મહિલા અને તેમના પિતા કેશોદ ૧૮૧ ઓફિસે આવ્યા હતા. તેથી પીડિત મહિલાનું કાઉન્સેલિગ કરી મહિલાની સમસ્યા જાણતા જાણવા મળ્યું કે, મહિલાના લગ્નના થોડા વર્ષ સુધી લગ્ન સંસાર સારી રીતે ચાલતો હતો. પરંતુ આઠ મહિનાથી પતિ અને સાસુ ,સસરા કામ બાબતે નાની નાની ભૂલો શોધી મહિલા પર વારંવાર શારીરિક અને માનસિક ત્રાસ આપવા હતા. તેમજ અપશબ્દો બોલતા હતા. જેથી મહિલા એ કુટુંબ અને સમાજના આગેવાન દ્વારા સમજાવા ના પ્રયત્ન કર્યા પરંતુ પતિ સમજવા તૈયાર ન હોય અંતે પીડિત મહિલાને ૧૮૧ મહિલા હેલ્પલાઇન ની મદદ લીધી હતી.
૧૮૧ ઓફિસે પીડીત મહિલા અને પિતાની હાજરીમાં બંને પક્ષો વચ્ચે થતા ઝઘડાનું કારણ સાસુ સસરા અશિક્ષિત હોય અને જુના રિતી રિવાજ મુજબ પોતાની જીવનશૈલી જીવતા હોય તેથી પતિને વારંવાર પોતાની પત્ની વચ્ચે ઝઘડાઓ ઊભા થતા હતા. તેથી પતિને પોતાની જીવનશૈલી મુજબ માર્ગદર્શન આપ્યું હતુ. તથા કાયદાકીય માહિતી આપી સમજાવ્યા અને બંને પક્ષો વચ્ચે થતા ભેદભાવ વગર પત્ની સાથે શારીરિક અને માનસિક ત્રાસ બંધ કરી એક બીજાને સમજી સહભાગી થવા માટે સમજાવ્યા હતા.
આમ કેશોદ ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇન ના કાઉન્સિલર ડાયબેન માવદિયા અને કોન્સ્ટેબલ ભાવનાબેન પીઠીયાના યથાર્થ પ્રયત્ન દ્વારા વધુ એક પરિવારના સમસ્યાઓનું નિવારણ કરી સુખદ સમાધાન કરવામાં સફળતા મળી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ