કર્ણાટકના નવા મંત્રીમંડળની ચર્ચા કરવા માટે, ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા દિલ્હીમાં
નવી દિલ્હી, 2 જૂન (હિ.સ.): ડીકે શિવકુમાર અને કાર્યવાહક મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, નવી સરકારની રચના અને મંત્રીમંડળને અંતિમ સ્વરૂપ આપવા માટે દિલ્હીમાં છે. બંને નેતાઓ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે મંત્રીમંડળન
હોટલમાંથી નીકળતી વખતે સિદ્ધારમૈયાએ, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે મુલાકાત કરી


નવી દિલ્હી, 2 જૂન (હિ.સ.): ડીકે શિવકુમાર અને કાર્યવાહક મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, નવી સરકારની રચના અને મંત્રીમંડળને અંતિમ સ્વરૂપ આપવા માટે દિલ્હીમાં છે. બંને નેતાઓ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે મંત્રીમંડળની રચના અને મુખ્ય સંગઠનાત્મક નિમણૂકો અંગે ચર્ચા કરવા માટે મળવાના છે.

દિલ્હીમાં તેમની હોટલમાંથી નીકળતી વખતે સિદ્ધારમૈયાએ, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે પણ મુલાકાત કરી. મલ્લિકાર્જુન ખડગે સાથેની મુલાકાતના એજન્ડા વિશે પત્રકારો દ્વારા પૂછવામાં આવતા તેમણે કહ્યું કે તેઓ અજાણ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ડીકે શિવકુમારે આ બેઠકમાં ચર્ચા માટે સંભવિત મંત્રીમંડળ સભ્યોની પ્રારંભિક યાદી તૈયાર કરી છે. કોંગ્રેસ નેતૃત્વ સાથે પરામર્શ કર્યા પછી આ યાદીને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. અહેવાલ છે કે પ્રથમ તબક્કામાં 10 થી 20 મંત્રીઓ શપથ લઈ શકે છે.

અહેવાલ છે કે, કર્ણાટકમાં નવી સરકારની રચના માટેના મોટાભાગના મુદ્દાઓ પર સંમતિ સધાઈ ગઈ છે, અને અંતિમ મંજૂરી પછી નામોની જાહેરાત કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે, ડીકે શિવકુમારના નેતૃત્વ હેઠળની નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ આગામી એકથી બે દિવસમાં બેંગલુરુમાં યોજાશે, જે દરમિયાન મંત્રી પરિષદના પ્રથમ તબક્કાના સભ્યો પણ શપથ ગ્રહણ કરી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / અનૂપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande