વાપી ટાઉનના પ્રોહિબિશન કેસમાં વોન્ટેડ આરોપી એલસીબીના હાથે ઝડપાયો
વાપી, 02 જૂન (હિ.સ.) વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) દ્વારા નાસતા ફરતા અને વોન્ટેડ આરોપીઓ સામે હાથ ધરાયેલી ઝુંબેશ અંતર્ગત વાપી ટાઉન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. સુરત રેન્જના પોલીસ મહાનિરીક
આરોપી


વાપી, 02 જૂન (હિ.સ.)

વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) દ્વારા નાસતા ફરતા અને વોન્ટેડ આરોપીઓ સામે હાથ ધરાયેલી ઝુંબેશ અંતર્ગત વાપી ટાઉન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (IPS) તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા (IPS)ના માર્ગદર્શન હેઠળ અને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એ.યુ. રોઝની સૂચના મુજબ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી સમીર શબ્બીર શેખ (ઉ.વ. 22), રહે. અનીશા પાર્ક, કબ્રસ્તાન રોડ, વાપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.

પકડાયેલ આરોપી વિરુદ્ધ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયેલ છે. આરોપીની ધરપકડ બાદ વધુ કાયદેસરની કાર્યવાહી માટે તેનો કબજો વાપી ટાઉન પોલીસને સોંપવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં આરોપી સામે અગાઉ પણ નવસારી જિલ્લાના ગણદેવી પોલીસ સ્ટેશન તથા વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળના ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.

આ સમગ્ર કામગીરી એલસીબીના પીએસઆઈ જે.જી. વસાવા તથા સ્ટાફના મહેન્દ્રભાઈ ગુરજીભાઈ, તેજપાલસિંહ મહેન્દ્રસિંહ અને હિતેશભાઈ હમલભાઈએ ટીમવર્કથી સફળ બનાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande