વડાપ્રધાન મોદીના સુશાસનના ૧૨ વર્ષ નિમિત્તે વલસાડ જિલ્લામાં ૮થી ૨૧ જૂન દરમિયાન વિવિધ કાર્યક્રમો
વલસાડ, 02 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં તા. ૮થી ૨૧ જૂન, ૨૦૨૬ દરમિયાન વિવિધ જનજાગૃતિ અને લોકસંપર્ક કાર્યક્રમો યોજાનાર છે. આ કાર્યક્રમોના વલસાડ જિલ્લામાં સુચારૂ આયોજન અને અમલીકરણ
કલેક્ટર કચેરી ખાતે વડાપ્રધાન મોદીના સુશાસનના ૧૨ વર્ષ નિમિત્તે આયોજિત કાર્યક્રમોની તૈયારીઓ અંગે ઇન્ચાર્જ કલેક્ટર અતિરાગ ચપલોતના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.


વલસાડ, 02 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં તા. ૮થી ૨૧ જૂન, ૨૦૨૬ દરમિયાન વિવિધ જનજાગૃતિ અને લોકસંપર્ક કાર્યક્રમો યોજાનાર છે. આ કાર્યક્રમોના વલસાડ જિલ્લામાં સુચારૂ આયોજન અને અમલીકરણ અંગે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.

બેઠકમાં કાર્યક્રમોના આયોજન, સંકલન અને અમલીકરણ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ કાર્યક્રમો માટે નોડલ અધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવી હોવાનું જણાવાયું હતું.

ઇન્ચાર્જ કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશ અને ગુજરાતે વિકાસના અનેક સીમાચિહ્નો સર કર્યા છે. આ વિકાસયાત્રા અને સરકારની વિવિધ જનહિતકારી યોજનાઓ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે જિલ્લાભરમાં અનેક કાર્યક્રમો યોજાશે.

કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ, “એક પેડ મા કે નામ” અભિયાન, સ્વચ્છતા અભિયાન, વિકસિત ભારત સંકલ્પ સંમેલન, જનકલ્યાણ શિબિરો, પ્રાકૃતિક ખેતી કાર્યશાળાઓ તેમજ સરકારની સિદ્ધિઓ દર્શાવતી પ્રદર્શનીઓનું આયોજન કરવામાં આવશે. ઉપરાંત તા. ૨૧ જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી પણ કરવામાં આવશે.

તા. ૮થી ૧૪ જૂન દરમિયાન યોજાનારી પ્રગતિપથ યાત્રા અંતર્ગત જિલ્લાના વિવિધ વિકાસકાર્યો અને મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં સાંસદ, ધારાસભ્યો અને જિલ્લાના અગ્રણી નાગરિકોને મુલાકાત કરાવવામાં આવશે, જ્યારે બીજા તબક્કામાં વિદ્યાર્થીઓ, સંતો-મહંતો, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને સમાજના વિવિધ વર્ગોના લોકોને વિકાસસ્થળોની મુલાકાત કરાવવામાં આવશે.

બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર મહિપાલસિંહ ચુડાસમાએ તમામ અમલીકરણ અધિકારીઓને કાર્યક્રમો સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે સંકલન અને આયોજન સાથે કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande