પ્રવેશ પ્રક્રિયાની ધમધમાટ વચ્ચે વિસનગર જન સેવા કેન્દ્ર પર અરજદારોની ભીડ, મે માસમાં 1855 પ્રમાણપત્રો ઇસ્યુ
મહેસાણા, 02 જૂન (હિ.સ.)શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક સત્ર 2026-27 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થતાં વિસનગર તાલુકા પંચાયત પરિસરમાં આવેલા જન સેવા કેન્દ્ર પર વિવિધ દાખલા અને પ્રમાણપત્રો મેળવવા માટે અરજદારોની ભારે ભીડ જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ
પ્રવેશ પ્રક્રિયાની ધમધમાટ વચ્ચે વિસનગર જન સેવા કેન્દ્ર પર અરજદારોની ભીડ, મે માસમાં 1855 પ્રમાણપત્રો ઇસ્યુ


મહેસાણા, 02 જૂન (હિ.સ.)શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક સત્ર 2026-27 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થતાં વિસનગર તાલુકા પંચાયત પરિસરમાં આવેલા જન સેવા કેન્દ્ર પર વિવિધ દાખલા અને પ્રમાણપત્રો મેળવવા માટે અરજદારોની ભારે ભીડ જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ શૈક્ષણિક પ્રવેશ માટે જરૂરી સરકારી પ્રમાણપત્રો મેળવવા વહેલી સવારથી જ કેન્દ્ર પર પહોંચતા હોવાથી લાંબી કતારો લાગી રહી છે.

જન સેવા કેન્દ્ર દ્વારા મે માસ દરમિયાન કુલ 1855 પ્રમાણપત્રો ઇસ્યુ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં OBC નોન-ક્રીમીલેયરના 814, જાતિ પ્રમાણપત્રના 517, **EWS (આર્થિક રીતે નબળા વર્ગ)**ના 230, બિન-અનામત વર્ગના 172, આવકના પ્રમાણપત્રના 69, **SC (અનુસૂચિત જાતિ)**ના 30, **NTDNT (વિચરતી-વિમુક્ત જાતિ)**ના 30 તેમજ ધાર્મિક લઘુમતીના 9 પ્રમાણપત્રોનો સમાવેશ થાય છે.

પ્રવેશ પ્રક્રિયાના કારણે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ફોર્મ ભરવાની અંતિમ તારીખો નજીક આવી રહી હોવાથી આગામી દિવસોમાં પણ જન સેવા કેન્દ્ર પર અરજદારોની સંખ્યા યથાવત રહેવાની શક્યતા છે. અરજદારોને ઝડપથી અને સરળતાથી સેવાઓ મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે તથા કામગીરી ઝડપી બને તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande