મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિદ્યાર્થીઓ માટે આધુનિક સુવિધાયુક્ત લાઇબ્રેરીઓ શરૂ
મહેસાણા, 02 જૂન (હિ.સ.)વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત અને શાંતિપૂર્ણ અભ્યાસનું વાતાવરણ ઉપલબ્ધ કરાવવા માટે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આધુનિક સુવિધાઓથી સજ્જ લાઇબ્રેરીઓ શરૂ કરવામાં આવી છે. આ લાઇબ્રેરીઓ વિદ્યાર્થીઓ માટે અભ્યાસનું ઉત્તમ ક
મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિદ્યાર્થીઓ માટે આધુનિક સુવિધાયુક્ત લાઇબ્રેરીઓ શરૂ


મહેસાણા, 02 જૂન (હિ.સ.)વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત અને શાંતિપૂર્ણ અભ્યાસનું વાતાવરણ ઉપલબ્ધ કરાવવા માટે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આધુનિક સુવિધાઓથી સજ્જ લાઇબ્રેરીઓ શરૂ કરવામાં આવી છે. આ લાઇબ્રેરીઓ વિદ્યાર્થીઓ માટે અભ્યાસનું ઉત્તમ કેન્દ્ર બની રહી છે.

લાઇબ્રેરીઓમાં વિદ્યાર્થીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વ્યક્તિગત ટેબલ-ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત નિઃશુલ્ક Wi-Fi, શુદ્ધ પીવાના RO પાણીની સુવિધા, વ્યક્તિગત સામાન સુરક્ષિત રાખવા માટે લોકર સુવિધા તેમજ મોબાઇલ અને લેપટોપ ચાર્જિંગ પોઇન્ટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ગ્રુપ સ્ટડી માટે અલગથી વિશેષ જગ્યા પણ ફાળવવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ ટીમ સાથે અભ્યાસ અને ચર્ચા કરી શકે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના આ પ્રયાસથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ, બોર્ડ પરીક્ષાઓ તેમજ ઉચ્ચ અભ્યાસ માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓને ખાસ લાભ મળી રહ્યો છે. શાંત અને સુવ્યવસ્થિત વાતાવરણના કારણે વિદ્યાર્થીઓ વધુ એકાગ્રતા સાથે અભ્યાસ કરી શકે છે.

શહેરમાં મહાશક્તિ લાઇબ્રેરી (રાજકમલ પેટ્રોલ પંપની પાછળ), સિટી સિવિક સેન્ટર (સુખેશ્વર ચોક, ટીબી રોડ) અને સનરાઇઝ સેન્ટર (તાવડિયા ચોકડી પાસે) ખાતે આ સુવિધાઓ ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓ અને વાલીઓએ કોર્પોરેશનની આ પહેલને આવકારી છે અને તેને શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande