મહેસાણાની મુખ્ય પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ સેવા કેન્દ્રની સાંસદ હરિ પટેલે લીધી મુલાકાત
મહેસાણ, 02 જૂન (હિ.સ.) મહેસાણા શહેરમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસ તથા પાસપોર્ટ સેવા કેન્દ્રની સાંસદ હરિ પટેલે મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન તેમણે કેન્દ્રમાં ઉપલબ્ધ વિવિધ સેવાઓ, અરજદારો માટેની સુવિધાઓ તેમજ કામગીરીની ગુણવત્તા
મહેસાણાની મુખ્ય પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ સેવા કેન્દ્રની સાંસદ હરિભાઈ પટેલે લીધી મુલાકાત


મહેસાણ, 02 જૂન (હિ.સ.) મહેસાણા શહેરમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસ તથા પાસપોર્ટ સેવા કેન્દ્રની સાંસદ હરિ પટેલે મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન તેમણે કેન્દ્રમાં ઉપલબ્ધ વિવિધ સેવાઓ, અરજદારો માટેની સુવિધાઓ તેમજ કામગીરીની ગુણવત્તા અંગે માહિતી મેળવી હતી.

સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે મહેસાણામાં કાર્યરત પાસપોર્ટ સેવા કેન્દ્ર જિલ્લાના નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. અગાઉ પાસપોર્ટ સંબંધિત કામગીરી માટે લોકોને અમદાવાદ સહિત અન્ય શહેરોમાં જવું પડતું હતું, પરંતુ હવે મહેસાણામાં જ તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી સમય અને ખર્ચ બંનેની બચત થઈ રહી છે.

મુલાકાત દરમિયાન તેમણે કેન્દ્રમાં આવતા નાગરિકો સાથે પણ સંવાદ કરીને તેમને મળતી સેવાઓ અંગે પ્રતિસાદ મેળવ્યો હતો. સાથે જ પોસ્ટ વિભાગ દ્વારા આપવામાં આવતી વિવિધ નાગરિકલક્ષી સેવાઓની પણ માહિતી મેળવી હતી. કેન્દ્રના અધિકારીઓએ પાસપોર્ટ અરજી પ્રક્રિયા, દસ્તાવેજ ચકાસણી તેમજ અરજદારોને આપવામાં આવતી સુવિધાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી.

સાંસદ હરિ પટેલે જણાવ્યું હતું કે મુખ્ય પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ સેવા કેન્દ્ર તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે અને મહેસાણા જિલ્લાના નાગરિકો માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે. તેમણે કેન્દ્રની કામગીરીની પ્રશંસા કરી હતી અને ભવિષ્યમાં પણ નાગરિકોને વધુ સારી સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે જરૂરી પ્રયાસો કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande