મહેસાણામાં ઊંઝા તાલુકા ભાજપ પ્રમુખ હર્ષદભાઈ પટેલના, જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ
મહેસાણા, 02 જૂન (હિ.સ.)ઊંઝા તાલુકા ભાજપ પ્રમુખ અને કહોડા ગામના સરપંચ હર્ષદભાઈ પટેલના 40મા જન્મદિવસ નિમિત્તે આજે મહેસાણા જિલ્લાના કહોડા ગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. યુવા તાલુકા પંચાયત સદસ્ય તેમજ તેમના સાથી યુવા મિત્રોના સહયોગથી યોજાયેલા
મહેસાણામાં ઊંઝા તાલુકા ભાજપ પ્રમુખ હર્ષદભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ


મહેસાણા, 02 જૂન (હિ.સ.)ઊંઝા તાલુકા ભાજપ પ્રમુખ અને કહોડા ગામના સરપંચ હર્ષદભાઈ પટેલના 40મા જન્મદિવસ નિમિત્તે આજે મહેસાણા જિલ્લાના કહોડા ગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. યુવા તાલુકા પંચાયત સદસ્ય તેમજ તેમના સાથી યુવા મિત્રોના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ગુજરાતનો સંદેશ આપવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન ગામના વિવિધ વિસ્તારોમાં વૃક્ષોના રોપા વાવી પર્યાવરણ જાળવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. ઉપસ્થિત યુવાનો અને ગ્રામજનોએ વૃક્ષારોપણ સાથે તેનું સંવર્ધન અને જતન કરવાની પણ જવાબદારી સ્વીકારી હતી. આયોજકોએ જણાવ્યું હતું કે, વૃક્ષો માનવ જીવન માટે અત્યંત જરૂરી છે અને પર્યાવરણનું સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

હર્ષદભાઈ પટેલના જન્મદિવસની ઉજવણીને સેવાકીય કાર્ય સાથે જોડવાના પ્રયાસને સ્થાનિક લોકો દ્વારા આવકારવામાં આવ્યો હતો. આ પ્રસંગે યુવાનોને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને પર્યાવરણ પ્રત્યે જવાબદાર બનવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં ગામના આગેવાનો, યુવાનો અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધે અને હરિયાળા ભવિષ્યના નિર્માણમાં સૌનો સહયોગ મળે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande