સરકારે એનએચપીસી માં છ ટકા હિસ્સેદારી વેચવાની પ્રક્રિયા શરૂ કરી, વેચાણની ઓફર ખુલ્લી
નવી દિલ્હી, 02 જૂન (હિ.સ.). કેન્દ્ર સરકારે મંગળવારે દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની વીજ કંપની નેશનલ હાઈડ્રો પાવર કોર્પોરેશન (એનએચપીસી) માં, પોતાની છ ટકા હિસ્સેદારી વેચવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તેના શેરના વેચાણ માટે લઘુત્તમ ભાવ 71 રૂપિયા પ્રતિ
એનએચપીસી લોગો


નવી દિલ્હી, 02 જૂન (હિ.સ.). કેન્દ્ર સરકારે મંગળવારે દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની વીજ કંપની નેશનલ હાઈડ્રો પાવર કોર્પોરેશન (એનએચપીસી) માં, પોતાની છ ટકા હિસ્સેદારી વેચવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તેના શેરના વેચાણ માટે લઘુત્તમ ભાવ 71 રૂપિયા પ્રતિ શેર નિર્ધારિત કરવામાં આવ્યો છે. વિનિવેશ લક્ષ્ય હેઠળ શરૂ કરાયેલી આ પ્રક્રિયા અંતર્ગત આ કંપનીમાં સરકાર પોતાના શેર ડિસ્કાઉન્ટ પર વેચી રહી છે.

એનએચપીસી અનુસાર, આ વેચાણથી સરકારી તિજોરીમાં 4,300 કરોડ રૂપિયા આવવાનો અંદાજ છે. કંપનીએ પાછલા નાણાકીય વર્ષ 2025-26 ના ચોથા ક્વાર્ટરમાં 1,549 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કમાવ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) માં સોમવારે એનએચપીસી કંપનીનો શેર 77.19 રૂપિયા પર બંધ થયો. તેની સરખામણીમાં 71 રૂપિયા પ્રતિ શેરનો ઓએફએસ ભાવ લગભગ 8 ટકાના ડિસ્કાઉન્ટ પર મળી રહ્યો છે. એનએચપીસી નો શેર પાછલા બંધ ભાવથી 2.07 ટકા નીચે બંધ થયો હતો, પરંતુ મંગળવારે બજાર ખુલતા જ તેમાં 5.48 ટકાનો ઘટાડો જોવા મળ્યો અને બજાર ભાવ ઘટીને 72 રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે.

નાણાકીય વર્ષ 2026-27 માં ભારત સરકાર 'ઓફર ફોર સેલ' (ઓએફએસ) દ્વારા જાહેર ક્ષેત્રની વીજ કંપની એનએચપીસી માં 6 ટકાની પોતાની હિસ્સેદારી વેચી રહી છે. આ પહેલા સરકારે કોલ ઇન્ડિયા લિમિટેડ અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં પોતાની હિસ્સેદારી વેચી છે. સરકારનો એનએચપીસી ના શેરના થનારા વેચાણથી લગભગ 4,200 કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્ય છે. આ કેન્દ્ર સરકારના નાણાકીય વર્ષ 2027 ના વિનિવેશના મોટા લક્ષ્યનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande