5 જૂને સુરતમાં પીએમ મોદી: એલ એન્ડ ટી પ્લાન્ટની મુલાકાત, 20 હજાર લોકોની સભા અને ગ્રીન પ્રોટોકોલ પર ભાર
સુરત, 02 જૂન (હિ.સ.)-વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે સુરતની મુલાકાતે આવી રહ્યા છે. પ્રવાસ દરમિયાન તેઓ હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ના પ્લાન્ટમાં આશરે 45 મિનિટ સુધી રોકાઈ દેશના મહત્વપૂર્ણ સંરક્ષણ પ્રોજેક્ટ્સનું
હજીરામાં ડિફેન્સ પાવરનું પ્રદર્શન જોશે પીએમ મોદી


સુરત, 02 જૂન (હિ.સ.)-વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે સુરતની મુલાકાતે આવી રહ્યા છે. પ્રવાસ દરમિયાન તેઓ હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ના પ્લાન્ટમાં આશરે 45 મિનિટ સુધી રોકાઈ દેશના મહત્વપૂર્ણ સંરક્ષણ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરશે. 'મેક ઇન ઇન્ડિયા' અંતર્ગત તૈયાર થઈ રહેલા ડિફેન્સ પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરવા વડાપ્રધાન કંપનીના ચેરમેન અને વરિષ્ઠ એન્જિનિયરો સાથે બેઠક પણ યોજશે.

સૂત્રોના જણાવ્યા મુજબ, સંરક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સની સંવેદનશીલતા અને ગોપનીયતાને ધ્યાનમાં રાખીને આ મુલાકાત માટે ખાસ પ્રોટોકોલ અપનાવવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, પ્લાન્ટ મુલાકાત દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે નહીં. વડાપ્રધાન સીધા કંપનીના ટોચના અધિકારીઓ અને ટેકનિકલ ટીમ સાથે ચર્ચા કરશે.વડાપ્રધાન મોદી દિલ્હીથી સીધા સુરત એરપોર્ટ પહોંચશે. ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા હજીરા સ્થિત L&T પ્લાન્ટ જશે. નિરીક્ષણ પૂર્ણ કર્યા બાદ તેઓ ફરી હેલિકોપ્ટર મારફતે સુરત એરપોર્ટ પર પરત ફરશે અને ત્યારબાદ રોડ માર્ગે ઈન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે.સુરતના ઈન્ડોર સ્ટેડિયમમાં યોજાનારા કાર્યક્રમમાં અંદાજે 20 હજાર લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી છે.વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સમગ્ર કાર્યક્રમને ઇકો-ફ્રેન્ડલી થીમ પર આયોજિત કરવામાં આવ્યો છે. ભાજપના તમામ ધારાસભ્યો અને કોર્પોરેટરો માટે ઈલેક્ટ્રિક વ્હીકલ (EV)માં આવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ઉપરાંત કાર્યકરોને પણ સાયકલ, ઈવી વાહન, બસ અથવા પદયાત્રા દ્વારા કાર્યક્રમ સ્થળે પહોંચવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.

સામાન્ય કાર્યકરો માટે ખાસ ઈવી બસોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ વધુ વ્યાપક રીતે પહોંચાડી શકાય.વડાપ્રધાનના પ્રવાસને અનુલક્ષીને સુરતમાં વિશાળ સફાઈ અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આ અભિયાનમાં સક્રિય રીતે જોડાશે. આ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ સુરક્ષા, જળ સંચય અને હરિત જીવનશૈલીનો સંદેશ સમગ્ર દેશમાં પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande