આત્મસંયમથી અઘરામાં અઘરો રસ્તો પણ સરળ બની જાય છે: વડાપ્રધાન મોદી
નવી દિલ્હી, 02 જૂન (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે સવારે તેમના એક્સ હેન્ડલ પર કહ્યું કે, દ્રઢ નિશ્ચય અને આત્મસંયમ એ શક્તિ છે, જે અઘરામાં અઘરા રસ્તાને પણ સરળ બનાવી દે છે. આજે આપણા યુવા સાથીઓ આ જ સંકલ્પ સાથે રાષ્ટ્ર નિર્માણમાં સતત જોડાયેલા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શેર કરેલું સુભાષિત

નવી દિલ્હી, 02 જૂન (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે સવારે તેમના એક્સ હેન્ડલ પર કહ્યું કે, દ્રઢ નિશ્ચય અને આત્મસંયમ એ શક્તિ છે, જે અઘરામાં અઘરા રસ્તાને પણ સરળ બનાવી દે છે. આજે આપણા યુવા સાથીઓ આ જ સંકલ્પ સાથે રાષ્ટ્ર નિર્માણમાં સતત જોડાયેલા છે.

તેમણે આ સંદેશ સાથે સુભાષિતમ્ પણ શેર કર્યું-

निश्चित्य यः प्रक्रमते नान्तर्वसति कर्मणः। अबन्ध्यकालो वश्यात्मा स वै पण्डित उच्यते॥

આ શ્લોક મહાત્મા વિદુર રચિત 'વિદુર નીતિ' (મહાભારતના ઉદ્યોગ પર્વ) માંથી લેવામાં આવ્યો છે. આ સુભાષિતમ્ માં જીવનની સફળતા, બુદ્ધિ અને કાર્યપ્રણાલીનો સાર સમાયેલો છે. આનાથી શીખ મળે છે કે, સફળતા માટે દ્રઢ સંકલ્પ, નિરંતરતા, સમયની પાબંદી અને આત્મનિયંત્રણ અત્યંત આવશ્યક છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ

 rajesh pande