વડાપ્રધાન મોદીએ, તેલંગાણા સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી
નવી દિલ્હી, 02 જૂન (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે સવારે તેલંગાણા રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે લોકોને શુભેચ્છાઓ પાઠવી. તેમણે કહ્યું કે આ રાજ્યનો ભવ્ય ઇતિહાસ અને શાનદાર સંસ્કૃતિ છે. કેન્દ્ર સરકાર તેલંગાણાના વિકાસમાં સંપૂર્ણ સહયોગ આપવા માટે પ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક્સ પોસ્ટ


નવી દિલ્હી, 02 જૂન (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે સવારે તેલંગાણા રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે લોકોને શુભેચ્છાઓ પાઠવી. તેમણે કહ્યું કે આ રાજ્યનો ભવ્ય ઇતિહાસ અને શાનદાર સંસ્કૃતિ છે. કેન્દ્ર સરકાર તેલંગાણાના વિકાસમાં સંપૂર્ણ સહયોગ આપવા માટે પ્રતિબદ્ધ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર લખ્યું, ''તેલંગાણા રાજ્ય સ્થાપના દિવસના અવસરે તેલંગાણાના લોકોને હૃદયપૂર્વક શુભેચ્છાઓ. તેલંગાણાના લોકો તેમની સર્જનાત્મકતા અને વ્યવસાયિક સમજ માટે જાણીતા છે. આ રાજ્યનો એક ભવ્ય ઇતિહાસ અને એક શાનદાર સંસ્કૃતિ છે જે હિંમત, દ્રઢ નિશ્ચય અને સંઘર્ષની ભાવનાની નિશાની છે.''

તેમણે લખ્યું, ''કેન્દ્ર સરકાર એક વિકસિત ભારતના આપણા સ્વપ્નને સાકાર કરવાની દિશામાં તેલંગાણાના વિકાસ આંદોલનમાં સંપૂર્ણ સહયોગ આપવા માટે પ્રતિબદ્ધ છે. હું પ્રાર્થના કરું છું કે, તેલંગાણા રાજ્યના તમામ લોકોને સારું સ્વાસ્થ્ય, ખુશી અને સફળતા મળે.''

વડાપ્રધાન મોદીએ કહ્યું, ''તેલંગાણાના લોકો તેમની નવીનતા અને કાર્ય કરવાની ભાવના માટે જાણીતા છે. આ રાજ્ય તેની શાનદાર સંસ્કૃતિ અને ઇતિહાસ માટે જાણીતું છે... હિંમત અને દ્રઢ નિશ્ચયવાળું. રાજ્યના લોકોના સારા સ્વાસ્થ્ય અને સફળતા માટે પ્રાર્થના કરું છું.''

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande