જૂન મહિનાની શરૂઆતથી ગુજરાતમાં 24 કલાકમાં 150 તાલુકાઓમાં વરસાદ
અમદાવાદ,02 જૂન (હિ.સ.) ગુજરાતમાં જૂન મહિનાની શરૂઆતથી જ વરસાદી વાતાવરણ છવાયું છે. અધિકમાસમાં અષાઢી માહોલ છવાયો છે.રાજ્યના છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે પ્રિ-મોન્સૂન વરસાદ તૂટી પડ્યો હતો. હવામાન વિભાગની આગા
Rain in 150 talukas in Gujarat in 24 hours since the beginning of June


અમદાવાદ,02 જૂન (હિ.સ.) ગુજરાતમાં જૂન મહિનાની શરૂઆતથી જ વરસાદી વાતાવરણ છવાયું છે. અધિકમાસમાં અષાઢી માહોલ છવાયો છે.રાજ્યના છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે પ્રિ-મોન્સૂન વરસાદ તૂટી પડ્યો હતો.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી,વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં થોડા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજની સંભાવના છે.

જેમાં અમદાવાદ જિલ્લાના ધંધુકા અને સુરત જિલ્લાના ઉમરપાડામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ધંધુકામાં 3.74 ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે ઉમરપાડામાં 2.76 ઇંચ વરસાદ નોંધાયો છે.

આંકડાઓ મુજબ, અમદાવાદના ધંધુકા તાલુકામાં સૌથી વધુ 95 મિલીમીટર (3.74 ઇંચ) વરસાદ ખાબક્યો છે. જ્યારે સુરતના ઉમરપાડામાં 70 મિલીમીટર (2.76 ઇંચ) જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ખેડા તાલુકામાં 44 મિલીમીટર અને માતરમાં 40 મિલીમીટર વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગરના લખતરમાં પણ 40 મિલીમીટર (દોઢ ઇંચ કરતાં વધુ) વરસાદ નોંધાયો છે. અમદાવાદ: ધંધુકા - 95, ધોલેરા - 23, મંડલ - 15, વિરામગામ - 14, સાણંદ - 6, અમદાવાદ સિટી - 5. સુરતની વાત કરીએ તો, ઉમરપાડા - 70, મહુવા - 24, ઓલપાડ - 10, સુરત સિટી - 7. ખેડામાં 44, માતર - 40, નડિયાદ - 37, મહુધા - 28, કપડવંજ - 21. સુરેન્દ્રનગરના લખતર - 40, ચુડા - 39, દસાડા - 29, લીંબડી - 23, ધ્રાંગધ્રા - 20 મિમી વરસાદ નોંધાયો છે.

તાપીના વાલોડ - 31, વ્યારા - 29, ડોલવણ - 19. ભરૂચના હંસોટમાં 30, ભરૂચ - 29, વાગરા - 20. ડાંગ: વઘઈ - 30, ડાંગ-આહવા - 10. આણંદમાં ઉમરેઠ - 28, બોરસદ - 22, ખંભાત - 12, સોજીત્રા - 11 મિમી વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ અને સ્થાનિક અહેવાલો અનુસાર, વરસાદની સાથે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન પણ ફૂંકાયો હતો. આ અણધાર્યા વરસાદના કારણે અસહ્ય ઉકળાટ અને ગરમીથી પીડાતા નાગરિકોને મોટી રાહત મળી છે અને સમગ્ર રાજ્યના તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. જોકે, ખેતીના પાકને લઈને કેટલાક ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોમાં ચિંતા પણ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી થોડા દિવસો સુધી રાજ્યના જુદા જુદા ભાગોમાં આવો જ ગાજવીજ સાથેનો વરસાદી માહોલ યથાવત રહી શકે છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજથી બે દિવસ તાપમાન યથાવત રહેશે. બે દિવસ બાદ ધીરે ધીરે ચાર ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થવાની આગાહી આપવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande