'કાલા હિરણ' ફિલ્મ પર, સલમાન ખાને કાનૂની નોટિસ મોકલી
મુંબઈ, નવી દિલ્હી, 2 જૂન (હિ.સ.): અભિનેતા સલમાન ખાને, કાસ્ટિંગ ડિરેક્ટર અક્ષય પાંડેને ફિલ્મ કાલા હિરણ અંગે કાનૂની નોટિસ મોકલી છે. આ ફિલ્મ સલમાન સાથે સંકળાયેલા કુખ્યાત કાળા હરણના શિકાર કેસ પર આધારિત હોવાનું કહેવાય છે. સલમાનની કાનૂની ટીમનો દાવો છે
અભિનેતા સલમાન ખાન-ફોટો સોર્સ એક્સ


મુંબઈ, નવી દિલ્હી, 2 જૂન (હિ.સ.): અભિનેતા સલમાન ખાને, કાસ્ટિંગ ડિરેક્ટર અક્ષય પાંડેને ફિલ્મ કાલા હિરણ અંગે કાનૂની નોટિસ મોકલી છે. આ ફિલ્મ સલમાન સાથે સંકળાયેલા કુખ્યાત કાળા હરણના શિકાર કેસ પર આધારિત હોવાનું કહેવાય છે. સલમાનની કાનૂની ટીમનો દાવો છે કે, આ ફિલ્મ તેમની જાહેર છબીને નુકસાન પહોંચાડી શકે છે અને રાજસ્થાન હાઈકોર્ટમાં ચાલી રહેલા કેસને અસર કરી શકે છે. આ નોટિસથી વ્યાપક ચર્ચા થઈ છે.

સલમાન ખાનના વકીલોએ ફિલ્મ સાથે સંબંધિત તમામ પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરવાની અને અક્ષય પાંડે પાસેથી બિનશરતી જાહેર માફીની માંગ કરી છે. નોટિસમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, સલમાન ખાનનું નામ અને છબી ફિલ્મના પ્રમોશનમાં તેમની પરવાનગી વિના ઉપયોગમાં લેવામાં આવી છે. કાનૂની ટીમનું કહેવું છે કે, આ પગલું અભિનેતાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે અને તેમની લોકપ્રિયતાનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર નોટિસમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, જો 24 કલાકની અંદર શરતો પૂરી નહીં થાય, તો વધુ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં, અક્ષય પાંડે કે ફિલ્મના નિર્માતાઓ તરફથી કોઈ સત્તાવાર પ્રતિભાવ આવ્યો નથી. બધાની નજર હવે આ વિવાદમાં આગળના વિકાસ પર છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande