તલગાજરડામાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા, રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે
ભાવનગર,02 જૂન (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ગામ નજીક જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને પોલીસે, ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રકમ અને જુગારના સાધનો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે હાથ ધરેલી આ કાર્યવાહીને કારણે વિસ્તારમાં ચર્ચા જાગ
જુગાર


ભાવનગર,02 જૂન (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ગામ નજીક જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને પોલીસે, ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રકમ અને જુગારના સાધનો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે હાથ ધરેલી આ કાર્યવાહીને કારણે વિસ્તારમાં ચર્ચા જાગી છે અને જાહેર સ્થળોએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું હોવાનું સ્પષ્ટ થયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસને તલગાજરડા વિસ્તારમાં એક ખુલ્લી પડતર જાહેર જગ્યામાં કેટલાક લોકો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે, તાત્કાલિક સ્થળ પર દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન છ વ્યક્તિઓ જાહેરમાં જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પોલીસે તેમની પાસેથી રૂ. 10,250ની રોકડ રકમ ઉપરાંત જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતું સાહિત્ય કબજે કર્યું હતું. કુલ મળીને રૂ. 20,250ના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓમાં સજાદઅલી ઉર્ફે ડોન મહમદઅલી મીઠાણી, આબીદભાઈ હુસેનભાઈ શેખડા, જીગો બારૈયા, અલીભાઈ હરીયાણી, દડીયો તથા હનીફભાઈ હુસૈનભાઈ કાળવાતરનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ મહુવા વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે આરોપીઓ સામે ગુજરાત જુગાર પ્રતિબંધક કાયદા હેઠળ, ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જાહેર સ્થળોએ જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સમાજમાં ખરાબ અસર ઊભી કરતી હોવાથી આવી પ્રવૃત્તિઓ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ અસામાજિક તત્વો પર અંકુશ રાખવા માટે આવી ઝુંબેશ આગામી સમયમાં પણ ચાલુ રહેશે.

આ કાર્યવાહીને સ્થાનિક લોકોએ આવકારી હતી અને જાહેર સ્થળોએ, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે પોલીસની સતર્ક કામગીરીની પ્રશંસા કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande