“તેરા તુજ કો અર્પણ” કાર્યક્રમ હેઠળ 26.51 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત
સુરત, 02 જૂન (હિ.સ.) લીંબાયત પોલીસ દવારા કરવામાં આવેલી પ્રસંશનીય કામગીરીને પગલે લાંબા સમયથી નિરાશામાં રહેલા અનેક લોકોના ચેહરા ઉપર ખુશી છલકાઈ ગઈ હતી અને તેઓના ચેહરા ખુશીથી ખીલી ઉઠ્યાં હતા.પોલીસ દ્વારા “તેરા તુજ કો અર્પણ” કાર્યક્રમનું આયોજન કરી ગુ
“તેરા તુજ કો અર્પણ” કાર્યક્રમ હેઠળ 26.51 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત


સુરત, 02 જૂન (હિ.સ.) લીંબાયત પોલીસ દવારા કરવામાં આવેલી પ્રસંશનીય કામગીરીને પગલે લાંબા સમયથી નિરાશામાં રહેલા અનેક લોકોના ચેહરા ઉપર ખુશી છલકાઈ ગઈ હતી અને તેઓના ચેહરા ખુશીથી ખીલી ઉઠ્યાં હતા.પોલીસ દ્વારા “તેરા તુજ કો અર્પણ” કાર્યક્રમનું આયોજન કરી ગુમ થયેલા સોના-ચાંદીના ઘરેણાં, વાહનો અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 26.51 લાખના મુદ્દામાલને તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો હતો.

CEIR પોર્ટલના ઉપયોગથી ગુમ થયેલા મોબાઇલ ફોન ટ્રેસ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. લિંબાયત પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. ચૌહાણ અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી.ચાવોડના સીધા સુપરવિઝન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ કે.એચ. ચૌધરી અને ટેકનિકલ સ્ક્વોડમાં ફરજ બજાવતા સ્ટાફે અરજદારોની ફરિયાદોના આધારે ગુમ થયેલી મિલકત શોધી કાઢવામાં સફળતા મેળવી હતી.ત્યાર બાદ પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન કુલ રૂ. 10.07 લાખના સોના-ચાંદીના ઘરેણાં, રૂ. 4.60 લાખના ત્રણ વાહનો તેમજ રૂ. 11.84 લાખ કિંમતના 70 મોબાઇલ ફોન મળી કુલ રૂ. 26.51 લાખના મુદ્દામાલ તેના હકદાર માલિકોને પરત આપવામાં આવ્યા હતા.પોલીસની આ કામગીરીથી અરજદારોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. ગુમ થયેલી કિંમતી ચીજવસ્તુઓ પરત મળતાં લોકોએ લિંબાયત પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી અને આભાર માણ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande