દીકરી ને મળવા ના વિવાદમાં પિતા એ ઝેરી દવા ગટગટાવી.
પોરબંદર, 02 જૂન (હિ.સ.) પોરબંદર જિલ્લાના કાટવાણા ગામે રહેતા પ્રતાપ સાજણભાઈ પાંડાવદરાને પોતાની પૂર્વ પત્ની દ્વારા દીકરીને મળવાની ના પાડવામાં આવતા મન દુઃખમાં ઝેરી દવા પી લેતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની નોબત આવી હતી. આ બનાવ અંગે ઉદ્યોગનગર પોલ
દીકરી ને મળવા ના વિવાદમાં પિતા એ ઝેરી દવા ગટગટાવી.


પોરબંદર, 02 જૂન (હિ.સ.) પોરબંદર જિલ્લાના કાટવાણા ગામે રહેતા પ્રતાપ સાજણભાઈ પાંડાવદરાને પોતાની પૂર્વ પત્ની દ્વારા દીકરીને મળવાની ના પાડવામાં આવતા મન દુઃખમાં ઝેરી દવા પી લેતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની નોબત આવી હતી.

આ બનાવ અંગે ઉદ્યોગનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ પ્રતાપ પાંડાવદરાએ પોતાની પત્ની અંજુ સાથે છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ અંજુ બોખીરા આવાસ વિસ્તારમાં રહેવા ગઈ હતી અને તેણીએ બીજા લગ્ન કર્યા હોવાનું જાણવા મળ્યું છે. છૂટાછેડા બાદ તેમની પુત્રી ખુશાલી માતા અંજુ સાથે રહેતી હતી.

દરમિયાન પ્રતાપ પાંડાવદરા પોતાની પુત્રી ખુશાલીને મળવા માટે ગયા હતા. જોકે પૂર્વ પત્ની અંજુએ પુત્રીને મળવાની મંજૂરી આપવાનો ઈનકાર કર્યો હતો. દીકરીને મળી ન શકતા અને પૂર્વ પત્ની દ્વારા ના પાડવામાં આવતા તેમને ભારે મનદુઃખ થયું હતું.આ ઘટનાથી વ્યથિત થઈ પ્રતાપ પાંડાવદરાએ ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ તેમની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે ઉદ્યોગનગર પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande