ભાવનગર.મહુવાની સંધેડિયા બજારમાં આ વ્યક્તિ છેલ્લા 50 વર્ષથી લાકડાની અલગ અલગ વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે.
ભાવનગર, 02 જૂન (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં આવેલું સંધેડીયા બજાર લાકડાની વિવિધ હસ્તકલાત્મક અને ઉપયોગી વસ્તુઓના વેચાણ માટે જાણીતું છે. વર્ષોથી આ બજાર પરંપરાગત કારીગરીનું કેન્દ્ર બની રહ્યું છે, જ્યાં અનેક કારીગરો પોતાના હાથે તૈયાર કરેલી લાકડા
મહુવા


ભાવનગર, 02 જૂન (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં આવેલું સંધેડીયા બજાર લાકડાની વિવિધ હસ્તકલાત્મક અને ઉપયોગી વસ્તુઓના વેચાણ માટે જાણીતું છે. વર્ષોથી આ બજાર પરંપરાગત કારીગરીનું કેન્દ્ર બની રહ્યું છે, જ્યાં અનેક કારીગરો પોતાના હાથે તૈયાર કરેલી લાકડાની વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરે છે.કારીગરો લાકડામાં સુંદર નકશીકામ કરીને આ વસ્તુઓને આકર્ષક બનાવે છે.અહીંના ઘણા કારીગરો પેઢીઓથી આ વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમના પૂર્વજોએ શરૂ કરેલી આ કળાને તેઓ આજે પણ જાળવી રાખી રહ્યા છે.

આજના આધુનિક યુગમાં પણ ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં આવેલ સંઘેડિયા બજારમાં ગીરીશભાઈ પોતે છેલ્લા 45 થી 50 વર્ષથી લાકડાની અલગ અલગ વસ્તુઓ તૈયાર કરી વેચાણ કરી રહ્યા છે ખાસ કરીને નાના બાળકો માટેના અલગ અલગ રમકડાઓ તૈયાર કરી તેનું વેચાણ કરી રહ્યા છે પરંતુ આજે આધુનિક ટેકનોલોજીથી તૈયાર થતી વસ્તુઓનું વેચાણ વધ્યું છે ત્યારે આ લાકડાની વસ્તુઓની માંગ પણ ધીરે ધીરે ઘટી રહી હોવાનું પોતે જણાવી રહ્યા છે.

આ અંગે ગીરીશભાઈએ જણાવ્યું કે હું છેલ્લા 45 થી 50 વર્ષથી આ વ્યવસાય સાથે પરંપરાગત રીતે જોડાયેલો છું અગાઉ મારા પિતા અને દાદા પણ આ વ્યવસાય કરતા હતા. હાલમાં હું ખોડિયા, પલંગ, વેલણ, પાટલી, ખાટલાના પાયા, ઢીંચણીયા, જેવી અનેક લાકડાની વસ્તુઓ તૈયાર કરી રહ્યો છું. આ ઉપરાંત અલગ અલગ પ્રકારના રમકડાઓ પણ હું તૈયાર કરી રહ્યો છું જેમાં ગરીયા, લાકડાનું ચકડોળ, નાની ગાડીઓ,ગોલી દંડો વગેરે લાકડામાંથી અનેક પ્રકારના રમકડાઓ તૈયાર કરી રહ્યો છું.

ખાસ કરીને જે લાકડાની વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે તેમાં જે કલર કરવામાં આવે છે તે કોઈ પેન્ટ નહીં પરંતુ મધ્યપ્રદેશમાંથી લાખ મંગાવવામાં આવે છે અને આ લાખનો ઉપયોગ કરીને અલગ અલગ પ્રકારના કલરો અલગ-અલગ વસ્તુઓને કરવામાં આવે છે. તે રંગ લગાવવાથી તાત્કાલિક તે સુકાઈ જતો હોવાના કારણે તેનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે છે. આજના આધુનિક યુગમાં આ લાકડાની વસ્તુઓનો લોકો ઉપયોગ ઓછો કરી રહ્યા છે. દિવસે ને દિવસે હવે આ વ્યવસાય અને વસ્તુઓ લુપ્ત થવા લાગ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande